Bharuch: અંકલેશ્વરમાં NH-48 પર નિલેશ ચોકડી બ્રિજ નીચે કન્ટેનર ભટકાયું; સળિયા દેખાઈ ગયા

Oct 23, 2026 - 10:00
Bharuch: અંકલેશ્વરમાં NH-48 પર નિલેશ ચોકડી બ્રિજ નીચે કન્ટેનર ભટકાયું; સળિયા દેખાઈ ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 (NH-48) પર નિલેશ ચોકડી પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સુરતથી વડોદરા તરફ જઈ રહેલું એક ઓવરહાઇટ કન્ટેનર નિલેશ ચોકડી ઓવરબ્રિજ નીચેથી પસાર થતી વખતે બ્રિજના ગર્ડર સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બ્રિજનો સ્લેબ તૂટી ગયો હતો અને અંદર રહેલા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા. બ્રિજને મોટું સ્ટ્રક્ચરલ નુકસાન પહોંચતાં તકેદારીના ભાગરૂપે પ્રતિન ચોકડીથી GIDC તરફ વાહનો લઈ જતો આખો ઓવરબ્રિજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે, જેના પગલે નેશનલ હાઇવે સહિત આસપાસના એપ્રોચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

બ્રિજને ભારે નુકસાન થતા સળિયા ખુલ્લા થઈ ગયા

સુરત તરફથી માલ ભરીને વડોદરા તરફ પૂરઝડપે જઈ રહેલું કન્ટેનર નિલેશ ચોકડી બ્રિજની ઊંચાઈની મર્યાદા વટાવીને નીચેથી ઘૂસતાં ઉપરના ભાગે ફસાઈ ગયું હતું.ટક્કરના કારણે બ્રિજના પાયા અને બીમનો કોંક્રિટ ભાગ તૂટીને નીચે પડ્યો હતો, જેના કારણે કોંક્રિટની અંદર રહેલા લોખંડના સળિયા ખુલ્લા થઈ ગયા છે.અકસ્માત સમયે સદનસીબે બ્રિજ નીચેથી કોઈ નાનું વાહન કે રાહદારી પસાર ન થતાં મોટી જાનહાનિ ટળી હતી.ઘટનાની જાણ થતાં જ નોટિફાઇડ એરિયા ઓથોરિટી, ડીપીએમસી (DPMC) અંકલેશ્વર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેનની મદદથી કન્ટેનરને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.

પ્રતિન ચોકડીથી GIDC જોડતો માર્ગ બંધ

અકસ્માતને પગલે ઓવરબ્રિજ પર કોઈ જોખમ ન સર્જાય તે માટે તંત્રે પ્રતિન ચોકડીથી GIDC ને જોડતો ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે તાકીદે બંધ કરી દીધો છે.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નોકરી અને ધંધાર્થે જતા હજારો કામદારો અને વાહનચાલકો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા હતા.હાઇવે પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થતાં વાહનોને વૈકલ્પિક આંતરિક રસ્તાઓ પર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આ અગાઉ પણ ઘટનાઓ બની છતાં બોધપાઠ કેમ નહીં?

સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સામે ઊભા કરાયેલા વેધક પ્રશ્નો.આ અગાઉ પણ આ જ સ્થળે બ્રિજ નીચે કન્ટેનર ભટકાવાની ઘટનાઓ બની ચૂકી છે, છતાં નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) દ્વારા ઊંચાઈ માપક (હાઈટ બેરિયર) કેમ લગાવવામાં આવ્યા નથી? સરકારી સંપત્તિને ગંભીર નુકસાન પહોંચાડવા અને હજારો નાગરિકોના જીવ જોખમમાં મૂકવા બદલ બેદરકાર કન્ટેનર ચાલક સામે પોલીસ કડક ગુનો નોંધી વળતર વસૂલશે કે કેમ? બ્રિજના સળિયા ખુલ્લા થઈ ગયા હોવાથી ટેકનિકલ નિષ્ણાતો દ્વારા તેનું તાત્કાલિક સેફ્ટી ઓડિટ કરાવી મજબૂતીકરણ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

આ પણ વાંચો: Mahuva: માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં મોટો ઉછાળો, 66 નંબરના સીધા ₹2,260 બોલાયા!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0