Bharuch:શ્રાવણના અંતિમ દિને ભરૂચના નીલકંઠ મહાદેવનો મેળો યોજાયો

Aug 24, 2025 - 03:00
Bharuch:શ્રાવણના અંતિમ દિને ભરૂચના નીલકંઠ મહાદેવનો મેળો યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણી અમાસે ભરાયો હતો.

ભરૂચ ખાતે છડી મેઘરાજા, ઉપરાંત ફુરજા, નવચોકી, મકતમપુર મહારૂદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાતા હતા. જો કે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભરાય છે તો સેવાશ્રમ પાસે આવેલ અતિપૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો જે તેની પરંપરા મુજબ ભરાઈ રહ્યા છે. શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે નીકલંઠ મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવભકતો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવ્યા હતા. 24 કલાકના ભજન અને શહેરના વિવિધ ત્રણ મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. અમાસના પુર્વ દિને ફરસરામી દરજી પંચ દ્વારા મહાદેવની પાલખી મંદિર પટાંગણથી કાઢી સેવાશ્રમ રોડથી નીલકંઠ નગરથી સિદ્ધનાથ મહાદેવ થઈ પરતી નીલકંઠ મહાદેવ મંદિરે પરત ફરી હતી.

શનેશ્વરી અમાસે બરફના શિવલિંગ, ઘી ના કમળ સાથે પરંપરાગત મેળા ભરાયા

ભરૂચ : પવિત્ર શ્રાવણ માસનો આજે શનેશ્વરી અમાસ સાથે છેલ્લો દિવસ હોય શ્રધ્ધાળુઓનો પ્રવાહ ભરૂચના મંદિરોમાં ઉમટી પડયો હતો.વહેલી સવારથી જ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના મંદિરોમાં ભકતોની ભીડ જામી હતી. જિલ્લાના પ્રસિધ્ધ સ્તંભેશ્વર તીર્થ, નીલકંઠ મહાદેવ સહિતના સ્થળે મેળો યોજાયો હતો. પ્રતિ વર્ષની જેમ ઘી ના કમળ, બરફના શિવલિંગનું આયોજન કરાયુ હતુ. નાહીયેર, કુકરવાડા, રોકડીયા, પુનગામ, ભીડભંજન, ગુમાનદેવ દાદાના મંદિરોએ પણ શનેશ્વરી અમાસ અને શ્રાવણના છેલ્લા દિવસે ભકતોની કતારો જોવા મળી. દેવાધિદેવ મહાદેવ અને બજરંગ બલીનું લોકોએ ઠેર ઠેર પૂજન અર્ચન કર્યુ હતુ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0