Bharuchના હાંસોટના ખરચ ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત

Feb 18, 2025 - 09:00
Bharuchના હાંસોટના ખરચ ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના હાંસોટના ખરચ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા,બાઈક સવાર યુવાનો આવી રહ્યાં હતા તે દરમિયાન રોડ પર અકસ્માત સર્જાયો હતો જેને લઈ બન્નેને સારવાર મળે તે પહેલા જ મોત થયા હતા,મૃતકો હાંસોટના નવા ઓભા ગામના વતની હોવાની વાત સામે આવી છે.

ખરચ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

ભરૂચના ખરચ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત થયા હતા ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથધરી હતી બીજી તરફ પોલીસ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે,મહત્વનું છે કે પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે સાથે સાથે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

ગઈકાલે નબીપુરમાં પણ અકસ્માત સર્જાયો હતો

ભરૂચ તાલુકામાં આવેલાં નબીપુર ગામે મેમ્બર સ્ટ્રીટ ખાતે રહેતાં ફૈઝાન ઇકબાલ મૌલા વડદલા પાસેની ફાર્ડ કંપનીના શોરૂમમાં કામ કરતાં હતાં. જેથી તે અને તેની સાથેના આદિલ શબ્બીર સિંધી બન્ને સાથે નોકરી કરતાં હોઇ તેઓ બન્ને બાઇક પર નોકરીએ જવા માટે નિકળ્યાં હતાં. અરસામાં વડદલા ગામ પાસે શોરૂમ પર જવા માટે સેલ્ટોસ હાઇટ્સની સામે ભરૂચથી વડોદરા જવાના રોડ પર આઇશર ટેમ્પોના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે તેનો ટેમ્પો હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતાં બન્ને ફંગોળાઇ ગયાં હતાં. બન્નેને જમીન પર પટકાતાં આદિલને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેને લોહીં નિકળવા લાગ્યું હતું.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0