Bharuchના જંબુસરમાં મોટો અકસ્માત ટળ્યો: કોરાથી પાંચકડા રોડ પર વરસાદી કાસમાં કાર ખાબકતા મચી અફરાતફરી

Nov 10, 2026 - 18:30
Bharuchના જંબુસરમાં મોટો અકસ્માત ટળ્યો: કોરાથી પાંચકડા રોડ પર વરસાદી કાસમાં કાર ખાબકતા મચી અફરાતફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાંથી એક મોટી રાહતજનક ઘટના સામે આવી છે. જંબુસરના કોરાથી પાંચકડા રોડ ઉપર આવેલા એક વરસાદી કાસમાં પૂરપાટ જતી ઇકો કાર અચાનક ખાબકતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે ગાડીમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થતા મોટી હોનારત ટળી ગઈ હતી.

કોરા ગામના લોકો દોડી આવ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર ઇકો કાર કાસમાં પડી જવાની ઘટના બનતા જ આસપાસના કોરા ગામના જાગૃત લોકો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ક્રેનની મદદથી કાર બહાર કઢાઈ

કારમાં સવાર લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા બાદ ક્રેન બોલાવીને વરસાદી કાસમાં પડેલી ઇકો ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમયસર સ્થાનિક લોકોની મદદ મળી રહેવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, જેને લઈને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0