Bharuch:તાલુકાના છિદ્રા ગામે 190થી વધુ લોકોનું સ્થળાંતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જંબુસર તાલુકાના છીદ્રા,મદાફર, જંત્રાણ સહિતના ગામોના નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા છે. તે પૈકી છીદ્રા ગામે 190 થી વધુ અસરગ્રસ્તોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.
જંબુસર પંથકમા છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે ચોતરફ પાણીપાણી થઈ ગયુ છે. નોબાર ગામનુ તળાવ ઓવરફ્લો થતા ગામના નિચાણવાળા વિસ્તારમા પાણી ફરી વળ્યા હતા. જંત્રાણ,મદાફર,છીદ્રા ગામે નિચાણવાળા વિસ્તારમા પાણી ફરી વળતા લોકોના ઘરોમા પાણી ફરી વળ્યા હતા. છીદ્રા ગામે નીચાણવાળા વિસ્તારમા આવેલ નવીનગરીમા મકાનોમા કમરસમા પાણી ફરી વળતા વિસ્તારના 190 થી વધુ ગ્રામજનોનુ પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામા આવ્યુ હતુ. જ્યા વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
છીદ્રા ગામે હાથ ધરાયેલ સ્થળાંતર દરમ્યાન ત્યા તૈનાત કાવી પોલીસ મથકના એએસઆઈ જગદીશ પાંચાભાઈ ભૂતિયાએ કમરસમા પાણી વચ્ચે ઘરમા ફ્સાયેલ વિકલાંગ વૃધ્ધ ને બચાવી ખભા ઉપર બેસાડીને સહી સલામત બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી. કોરા ગામે સ્ટેશન વિસ્તારમા રહેતા જડાબેન માનસંગ પરમારનુ મકાન ધરાસઈ થયુ હતુ પરંતુ સદનસીબે કોઈ હાની થઈ ન હતી.
What's Your Reaction?






