Bavlaમાં ગર્ભપાત રેકેટમાં કાર્યવાહી, ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલની કરાઈ ધરપકડ

May 28, 2025 - 10:30
Bavlaમાં ગર્ભપાત રેકેટમાં કાર્યવાહી, ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલની કરાઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના બાવળામાં ગર્ભપાત રેકેટમાં કાર્યવાહી કરવામાં આવી છે, મોડી રાત્રે ગેસ્ટ હાઉસ મેનેજર સચિન પટેલની ધરપકડ કરવામાં આવી છે, પનામા ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું ગર્ભપાતનું રેકેટ અને આશીર્વાદ હોસ્પિટલમાં થતું હતું ગર્ભ પરીક્ષણ, સાથે સાથે રૂ. 10 હજારમાં ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ખુલાસો થયો છે, હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યને પોલીસે ઝડપ્યો છે, બાળકી હોય તો મહિલાનું ગર્ભપાત કરાતું હતું અને કોઈપણ જાતની ડિગ્રી વિના ગર્ભપાત કરતી હતી નર્સ.

ગેસ્ટ હાઉસ ભાડે રાખી ગર્ભપાત કરાતું હતું

બાવળામાં આવેલા એક ગેસ્ટહાઉસમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, એસઓજીએ નકલી મહિલા ડોક્ટર સહિત કુલ ૩ની પરપકડ કરી છે. હોટલના રૂમમાં દવાખાનું ઊભુ કરી મહિલા પાસેથી રૂપિયા લઈને ગેરકાયદે ગર્ભપાત કરતા હતા. પોલીસને ગર્ભપાત કરવાના સાધનો સહિત એક મૃત ભુણ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યુ કે પનામા ગેસ્ટ હાઉસમાં આ નકલી મહિલા ડોક્ટર છેલ્લા ૩ વર્ષથી આ ગેરકાયદે કામ કરતી હતી.

પાદરા તાલુકાના નણંદ-ભાભી ગર્ભપાતનો કરતા હતા ધંધો

બાવળા શહેરમાં નેશનલ હાઈવે પાસે આવેલા પનામાં ગેસ્ટ હાઉસમાં ડુપ્લિકેટ ડોક્ટર દ્વારા ગાર્ભપાત કરવાનો ગોરખ ધંધો ચાલતો હોવાની એસઓજીને બાતમી મળતા આરોગ્ય શાખાના કર્મચારીઓને સાથે રાખીને તાત્કાલિક પનામા ગેસ્ટહાઉસમાં રેડ કરી હતી જેમાં અંદરથી ત્રણ મહિલાઓ મળી આવી હતી અને રમમાંથી જ તાજુ ૪ થી ૪.૫ મહિના નું મૃત ભુલ મળી આવ્યું હતું આ અંગે પોલીસે પૂછપરછ કરતા બે મહિલાઓ ત્યાં આવી હતી જેઓ પાદરા તાલુકાના નણંદ-ભાભી હોવાનું ખુલ્યુ છે. તેમાંથી એક મહિલાને ગર્ભમાં દીકરી હોવાથી તેનો સ્થળ પર ગર્ભપાત કરવામાં આવ્યો હતો.

ગર્ભપાતને લઈ પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ

આ ઘટનામાં પોલીસે કોઈ પણ જાતની ડીગ્રી વગર ડુપ્લિકેટ ડૉક્ટર બની ગર્ભપાતનો ધંધો ચલાવતી ધોળકાની હેમલતાબેન કલ્પેશભાઈ દરજી સહિત અન્ય સ્થળથી પર બે મહિલાઓની ધરપકડ કરી છે. હોટલના રુમમાંથી વધુ તપાસ કરતા ગાર્ભપાતના સાધનો અને સામગ્રી કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. હેમલતા દરજીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ સમગ્રરેકેટમાં સામેલ લોકોની પણ ધરપકડ કરાશે. મહિલા આરોપીએ અત્યાર સુધી કેટલા લોકોનું ગર્ભપાત કર્યો છે તેની માહિતી બહાર આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0