Bavlaના કેરાળા ગામની મહિલાઓ પાણીને લઈ બની રણચંડી, માટલા ફોડી વિરોધ કર્યો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળાના કેરાળા ગામની મહિલાઓ પાણીના મુદ્દે રણચંડી બની છે,અમદાવાદ જિલ્લા પંચાયતની કચેરીએ મહિલાઓએ ભેગા મળી સૂત્રોચ્ચાર કર્યા અને માટલા ફોડીને વિરોધ કર્યો હતો.ઢોલ વગાડીને તંત્રને સચેત કર્યુ હતુ,ગ્રામજનોએ ડીડીઓ અને સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા,છેલ્લા લાંબા સમયથી પાણી નહી મળતા વિરોધ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ગામમાં પાણીની સમસ્યા બાવળાના કેરાળા ગામે લાંબા સમયથી પાણીની સમસ્યા ઉભી થઈ છે.કેરાળા ગામના ગ્રામજનો જિલ્લા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા.ગ્રામજનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગામમાં પીવાના પાણીની સમસ્યા છે જે અંગે સરપંચને રજૂઆત કરવામાં આવી હતી તેમ છત્તા તેનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી,નર્મદાનું પાણી ગામમાં પહોંચ્યુ નથી તેવો આક્ષેપ મહિલાઓ દ્રારા કરવામાં આવ્યો છે.અનેક રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ નહી આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી.અનેક રજૂઆતો બાદ પણ કોઈ પગલાં નહીં : ગ્રામજન ગ્રામજનોનું કહેવું છે કે અનેક રજૂઆત બાદ પણ ગામમાં પાણી આવતું નથી,ગામના લોકોને નર્મદાનું પાણી મળતું નથી જેને લઈ હોબાળો કર્યો હતો.મહિલાઓનું કહેવું છે કે પાણી દિવસમાં બે વખત પણ મળતું નથી તો ઘણીવાર તો એવી સ્થિતિનું સર્જન થાય છે કે પાણી મેળવવા માટે ભાડેથી ટેન્કર બોલાવવી પડે છે,મહિલાઓએ હોબાળો કરીને કહ્યું કે જયાં સુધી પાણી નહી મળે ત્યાં સુધી જિલ્લા પંચાયતની કચેરીથી જઈશું નહી અને વિરોધ કરીશું. ગ્રામજનો ડીડીઓને મળ્યા સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનો ડીડીઓને મળ્યા છે અને રજૂઆત કરી છે તંત્રએ આ બાબતે હૈયાધારણ આપી છે કે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે,ગ્રામજનોએ વધુમાં એ પણ કહ્યું છે કે જો અમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહી આવે તો અગામી સમયમાં રોડ પર માટલા ફોડીને વિરોધ કરીશું અને રોડને ચક્કાજામ કરીશુ.ત્યારે હવે ગ્રામજનોની વાત તંત્રને કાને સંભળાય છે કે નહી તે જોવાનું રહ્યું,નાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવાની જવાબદારી તંત્રની છે અને સરપંચ તમને પણ જણાવી દઈએ કે ગ્રામજનો તમને ચૂંટીને લાવ્યા છે તો તમે પણ જરા ગ્રામજનોની વાત સાંભળો ખાલી સરપંચનું સિમ્બોલ લઈને ના ફરો. 

Bavlaના કેરાળા ગામની મહિલાઓ પાણીને લઈ બની રણચંડી, માટલા ફોડી વિરોધ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળાના કેરાળા ગામની મહિલાઓ પાણીના મુદ્દે રણચંડી બની છે,અમદાવાદ જિલ્લા પંચાયતની કચેરીએ મહિલાઓએ ભેગા મળી સૂત્રોચ્ચાર કર્યા અને માટલા ફોડીને વિરોધ કર્યો હતો.ઢોલ વગાડીને તંત્રને સચેત કર્યુ હતુ,ગ્રામજનોએ ડીડીઓ અને સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા,છેલ્લા લાંબા સમયથી પાણી નહી મળતા વિરોધ કરવામાં આવ્યા છે.

લાંબા સમયથી ગામમાં પાણીની સમસ્યા

બાવળાના કેરાળા ગામે લાંબા સમયથી પાણીની સમસ્યા ઉભી થઈ છે.કેરાળા ગામના ગ્રામજનો જિલ્લા પંચાયતની કચેરીએ પહોંચ્યા હતા.ગ્રામજનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગામમાં પીવાના પાણીની સમસ્યા છે જે અંગે સરપંચને રજૂઆત કરવામાં આવી હતી તેમ છત્તા તેનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી,નર્મદાનું પાણી ગામમાં પહોંચ્યુ નથી તેવો આક્ષેપ મહિલાઓ દ્રારા કરવામાં આવ્યો છે.અનેક રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ નહી આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી.


અનેક રજૂઆતો બાદ પણ કોઈ પગલાં નહીં : ગ્રામજન

ગ્રામજનોનું કહેવું છે કે અનેક રજૂઆત બાદ પણ ગામમાં પાણી આવતું નથી,ગામના લોકોને નર્મદાનું પાણી મળતું નથી જેને લઈ હોબાળો કર્યો હતો.મહિલાઓનું કહેવું છે કે પાણી દિવસમાં બે વખત પણ મળતું નથી તો ઘણીવાર તો એવી સ્થિતિનું સર્જન થાય છે કે પાણી મેળવવા માટે ભાડેથી ટેન્કર બોલાવવી પડે છે,મહિલાઓએ હોબાળો કરીને કહ્યું કે જયાં સુધી પાણી નહી મળે ત્યાં સુધી જિલ્લા પંચાયતની કચેરીથી જઈશું નહી અને વિરોધ કરીશું.

ગ્રામજનો ડીડીઓને મળ્યા

સમગ્ર ઘટનાને લઈ ગ્રામજનો ડીડીઓને મળ્યા છે અને રજૂઆત કરી છે તંત્રએ આ બાબતે હૈયાધારણ આપી છે કે પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે,ગ્રામજનોએ વધુમાં એ પણ કહ્યું છે કે જો અમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહી આવે તો અગામી સમયમાં રોડ પર માટલા ફોડીને વિરોધ કરીશું અને રોડને ચક્કાજામ કરીશુ.ત્યારે હવે ગ્રામજનોની વાત તંત્રને કાને સંભળાય છે કે નહી તે જોવાનું રહ્યું,નાના ગામડાઓ સુધી પાણી પહોંચાડવાની જવાબદારી તંત્રની છે અને સરપંચ તમને પણ જણાવી દઈએ કે ગ્રામજનો તમને ચૂંટીને લાવ્યા છે તો તમે પણ જરા ગ્રામજનોની વાત સાંભળો ખાલી સરપંચનું સિમ્બોલ લઈને ના ફરો.