Bavla: અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ થયુ

રસ્તો ક્રોસ કરવા અને સરપંચની ચૂંટણીની અદાવતમાં ઘર્ષણ થયું હોવાનું ખુલ્યુ પોલીસે ક્રોસ ફરિયાદ કરી ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપી ધરપકડ કરી મહેશ સોલંકી નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કર્યો અમદાવાદના બાવળા નજીક આવેલ અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ કરી બે રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં રસ્તો ક્રોસ કરવા અને સરપંચની ચૂંટણીની અદાવતમાં ઘર્ષણ થયું હોવાનું ખુલ્યુ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાવળાનાં અમીપુરા ગામમાં બે રાઉન્ડ ફાયરિંગ થતાં સનસનાટી મચી બાવળાનાં અમીપુરા ગામમાં બે રાઉન્ડ ફાયરિંગ થતાં સનસનાટી મચી છે. એક જ ગામના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતા ઉગ્ર ઘર્ષણ થયુ હતુ. ઘટનાની વાત કરીએ તો અમીપુરા ગામમાં સરપંચની ચૂંટણીને લઈ બે પક્ષો વચ્ચે મનભેદ ચાલતું હતું. આ દરમિયાન 28 જુલાઈની સાંજે સુરેશ પટેલ નામના વ્યક્તિ પોતાની ક્રેટા ગાડી લઈને નાનોદરા ગામેથી પરત અમીપુર ગામ આવી રહ્યા હતા. ત્યારે ભૂપેન્દ્ર ઉર્ફે પપ્પુ કોળી પટેલ રસ્તામાં વચ્ચે ચાલતો હતો. જેથી સુરેશ ભાઈ રોડ ક્રોસ કરવા ગાડીનો હોન માર્યો, પરંતુ ભૂપેન્દ્ર રસ્તા પરથી દૂર ખસતો ન હતો. જેથી સુરેશ ભાઈએ પોતાના પરિવારજનો આ મુદ્દે વાત કરતા જ પરિવારના સભ્યોએ ભૂપેન્દ્રને ઘરે જઈને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને ભુપેન્દ્ર અને તેના પરિવારજનોએ સાથે બહારથી માણસો બોલાવીને ભેગા થઈ સુરેશભાઈના ઘરે જઈને હુમલો કર્યો હતો. મહેશ સોલંકી નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કર્યો હુમલામાં મહેશ સોલંકી નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બન્ને જૂથ વચ્ચે સામ સામે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેરેલા જીઆઇડીસી પોલીસે રાયોટીંગ અને ફાયરિંગને લઈને બંને પક્ષની ક્રોસ ફરિયાદ દાખલ કરી 18 આરોપી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીમાં વિજય સોલંકી અમીપુરાનો ડેપ્યુટી સરપંચ છે. તેની પાસેથી પિસ્તોલ લઈ તેના મામાના દીકરા મહેશ સોલંકીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ આરોપીઓ બહારથી અસામાજિક તત્વોને બોલાવીને ગામમાં આતંક મચાવ્યો હતો. જેમાં ડેપ્યુટી સરપંચ વિજય સોલંકીએ ટ્રેકટરની ટ્રોલી પર બેસીને સુરેશભાઈના ઘર પાસે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી તોડફોડ કરી હતી. જે સમગ્ર વીડિયો સામે આવ્યા છે. ડેપ્યુટી સરપંચ વિજય સોલંકીની ફરિયાદ લઈને 6 વ્યક્તિ વિરુદ્ધ રાયોટિંગની ક્રોસ ફરિયાદ આ ઉપરાંત આરોપીઓ લાકડીઓ, ધારિયા, પાઇપો અને તલવારથી તોડફોડ કરી હતી. આરોપી વિજયને શોભનાબેન અને આશાબેનનામની બે મહિલાઓ સમજવા જતા કચડી નાખવાના ઇરાદે વિજય સોલંકીએ ટ્રેક્ટર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આવ્યો છે. કેરેલા જીઆઇડીસી પોલીસે સુરેશ પટેલની ફરિયાદ લઈને આર્મ્સ એક્ટ અને રાયોટિંગનાં ગુનાં હેઠળ 23 આરોપી સહિત 10 અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે બીજા પક્ષ ડેપ્યુટી સરપંચ વિજય સોલંકીની ફરિયાદ લઈને 6 વ્યક્તિ વિરુદ્ધ રાયોટિંગની ક્રોસ ફરિયાદ નોંધી છે.

Bavla: અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ફાયરિંગ થયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રસ્તો ક્રોસ કરવા અને સરપંચની ચૂંટણીની અદાવતમાં ઘર્ષણ થયું હોવાનું ખુલ્યુ
  • પોલીસે ક્રોસ ફરિયાદ કરી ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપી ધરપકડ કરી
  • મહેશ સોલંકી નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કર્યો

અમદાવાદના બાવળા નજીક આવેલ અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ કરી બે રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં રસ્તો ક્રોસ કરવા અને સરપંચની ચૂંટણીની અદાવતમાં ઘર્ષણ થયું હોવાનું ખુલ્યુ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બાવળાનાં અમીપુરા ગામમાં બે રાઉન્ડ ફાયરિંગ થતાં સનસનાટી મચી

બાવળાનાં અમીપુરા ગામમાં બે રાઉન્ડ ફાયરિંગ થતાં સનસનાટી મચી છે. એક જ ગામના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતા ઉગ્ર ઘર્ષણ થયુ હતુ. ઘટનાની વાત કરીએ તો અમીપુરા ગામમાં સરપંચની ચૂંટણીને લઈ બે પક્ષો વચ્ચે મનભેદ ચાલતું હતું. આ દરમિયાન 28 જુલાઈની સાંજે સુરેશ પટેલ નામના વ્યક્તિ પોતાની ક્રેટા ગાડી લઈને નાનોદરા ગામેથી પરત અમીપુર ગામ આવી રહ્યા હતા. ત્યારે ભૂપેન્દ્ર ઉર્ફે પપ્પુ કોળી પટેલ રસ્તામાં વચ્ચે ચાલતો હતો. જેથી સુરેશ ભાઈ રોડ ક્રોસ કરવા ગાડીનો હોન માર્યો, પરંતુ ભૂપેન્દ્ર રસ્તા પરથી દૂર ખસતો ન હતો. જેથી સુરેશ ભાઈએ પોતાના પરિવારજનો આ મુદ્દે વાત કરતા જ પરિવારના સભ્યોએ ભૂપેન્દ્રને ઘરે જઈને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને ભુપેન્દ્ર અને તેના પરિવારજનોએ સાથે બહારથી માણસો બોલાવીને ભેગા થઈ સુરેશભાઈના ઘરે જઈને હુમલો કર્યો હતો.

મહેશ સોલંકી નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કર્યો

હુમલામાં મહેશ સોલંકી નામના વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બન્ને જૂથ વચ્ચે સામ સામે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેરેલા જીઆઇડીસી પોલીસે રાયોટીંગ અને ફાયરિંગને લઈને બંને પક્ષની ક્રોસ ફરિયાદ દાખલ કરી 18 આરોપી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીમાં વિજય સોલંકી અમીપુરાનો ડેપ્યુટી સરપંચ છે. તેની પાસેથી પિસ્તોલ લઈ તેના મામાના દીકરા મહેશ સોલંકીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ આરોપીઓ બહારથી અસામાજિક તત્વોને બોલાવીને ગામમાં આતંક મચાવ્યો હતો. જેમાં ડેપ્યુટી સરપંચ વિજય સોલંકીએ ટ્રેકટરની ટ્રોલી પર બેસીને સુરેશભાઈના ઘર પાસે પાર્ક કરેલા વાહનોને ટક્કર મારી તોડફોડ કરી હતી. જે સમગ્ર વીડિયો સામે આવ્યા છે.

ડેપ્યુટી સરપંચ વિજય સોલંકીની ફરિયાદ લઈને 6 વ્યક્તિ વિરુદ્ધ રાયોટિંગની ક્રોસ ફરિયાદ

આ ઉપરાંત આરોપીઓ લાકડીઓ, ધારિયા, પાઇપો અને તલવારથી તોડફોડ કરી હતી. આરોપી વિજયને શોભનાબેન અને આશાબેનનામની બે મહિલાઓ સમજવા જતા કચડી નાખવાના ઇરાદે વિજય સોલંકીએ ટ્રેક્ટર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આવ્યો છે. કેરેલા જીઆઇડીસી પોલીસે સુરેશ પટેલની ફરિયાદ લઈને આર્મ્સ એક્ટ અને રાયોટિંગનાં ગુનાં હેઠળ 23 આરોપી સહિત 10 અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે બીજા પક્ષ ડેપ્યુટી સરપંચ વિજય સોલંકીની ફરિયાદ લઈને 6 વ્યક્તિ વિરુદ્ધ રાયોટિંગની ક્રોસ ફરિયાદ નોંધી છે.