Banaskanthaના Ambajiમાં બજારોમાં ઘુંટણ સમા પાણી ભરાતા લોકો થયા હેરાન

અંબાજીના વીઆઇપી માર્ગ પર પાણી ભરાયા પાણી ભરાવાથી વાહનચાલકો પરેશાન દાંતા તાલુકાના ગ્રામ્યમાં વરસાદથી ખેડૂતો ખુશ ઉત્તર ગુજરાતમાં આજે મેઘો મહેરબાન થયો છે ત્યારે અંબાજીના વીઆઈપી માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે.પાણી ભરાવાથી વાહનચાલકો પરેશાન થયા છે,દાંતા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસવાથી ખેડૂતોના પાકને નવજીવન પાક મળ્યું છે.અંબાજીમાં સામન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જાય છે. ખેડૂતોના પાકને જીવનદાન ખેડૂતો માટે સૌથી ખુશીની વાત પાણી છે કારણકે પાણી હશે તો પાક સારો થશે,હાલ ઉત્તર ગુજરાતના ખેડૂતો કપાસના પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે વરસાદની સિઝનમાં કપાસનો પાક સારો થતા સારા ભાવ પણ મળી આવે છે ત્યારે દાંતા તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમકે વરસાદ વરસતા પાકને જીવનદાન મળ્યું છે. પાણી ભરાવાની સમસ્યા યથાવત અંબાજીમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે,અંબાજી મંદિરની બહાર આવેલા બજારોમાં પાણી નદીઓની જેમ વહી રહ્યું છે,વેપારીઓનો આક્ષેપ છે કે,વધારે વરસાદ વરસતા પાણી દુકાનમાં ઘુસી જાય છે જેના કારણે માલ પલળી જાય છે,સાથે સાથે નગરપાલિકા દ્રારા પણ પાણીના નિકાલ માટે પાઈપલાઈનો નખાઈ નથી જેના કારણે દર વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા રહે છે. ઉત્તર ગુજરાતમાં સવારથી વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ આજે સવારથી મનમૂકીને વરસી રહ્યો છે ત્યારે મહેસાણા,સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ થયો છે,સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં થયો છે.તો મહેસાણામાં પણ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે,આમ ઉત્તર ગુજરાત વરસાદને લઈ કોરુ હતુ પરંતુ આજે વહેલી સવારથી વરસાદ થતા ઉત્તર ગુજરાતના સ્થાનિકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Banaskanthaના Ambajiમાં બજારોમાં ઘુંટણ સમા પાણી ભરાતા લોકો થયા હેરાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજીના વીઆઇપી માર્ગ પર પાણી ભરાયા
  • પાણી ભરાવાથી વાહનચાલકો પરેશાન
  • દાંતા તાલુકાના ગ્રામ્યમાં વરસાદથી ખેડૂતો ખુશ

ઉત્તર ગુજરાતમાં આજે મેઘો મહેરબાન થયો છે ત્યારે અંબાજીના વીઆઈપી માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે.પાણી ભરાવાથી વાહનચાલકો પરેશાન થયા છે,દાંતા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસવાથી ખેડૂતોના પાકને નવજીવન પાક મળ્યું છે.અંબાજીમાં સામન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જાય છે.

ખેડૂતોના પાકને જીવનદાન

ખેડૂતો માટે સૌથી ખુશીની વાત પાણી છે કારણકે પાણી હશે તો પાક સારો થશે,હાલ ઉત્તર ગુજરાતના ખેડૂતો કપાસના પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે વરસાદની સિઝનમાં કપાસનો પાક સારો થતા સારા ભાવ પણ મળી આવે છે ત્યારે દાંતા તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમકે વરસાદ વરસતા પાકને જીવનદાન મળ્યું છે.


પાણી ભરાવાની સમસ્યા યથાવત

અંબાજીમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે,અંબાજી મંદિરની બહાર આવેલા બજારોમાં પાણી નદીઓની જેમ વહી રહ્યું છે,વેપારીઓનો આક્ષેપ છે કે,વધારે વરસાદ વરસતા પાણી દુકાનમાં ઘુસી જાય છે જેના કારણે માલ પલળી જાય છે,સાથે સાથે નગરપાલિકા દ્રારા પણ પાણીના નિકાલ માટે પાઈપલાઈનો નખાઈ નથી જેના કારણે દર વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા રહે છે.

ઉત્તર ગુજરાતમાં સવારથી વરસાદ

ઉત્તર ગુજરાતમાં વરસાદ આજે સવારથી મનમૂકીને વરસી રહ્યો છે ત્યારે મહેસાણા,સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ થયો છે,સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં થયો છે.તો મહેસાણામાં પણ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે,આમ ઉત્તર ગુજરાત વરસાદને લઈ કોરુ હતુ પરંતુ આજે વહેલી સવારથી વરસાદ થતા ઉત્તર ગુજરાતના સ્થાનિકો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.