banaskantha:સિહોરી હાઇવે પર ઉબરી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત; 1 નું મોત, 1 ગંભીર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં પાટણ-શિહોરી હાઇવે પર અકસ્માતોની શ્રેણી ચાલુ જ રહી છે. આજે ઉબરી ગામના પાટિયા નજીક પૂરઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના કૂડચે-કૂડચા ઊડી ગયા હતા અને તેના પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.
કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર
આ દુર્ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ અને સુવિધાયુક્ત સારવાર માટે પાટણની ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને કબ્જે કરી પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ સાથે અકસ્માત સર્જી ફરાર કે રોકાયેલી કાર ચાલક સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Mehsana: DDO પ્રદીપસિંહ રાઠોડની કારનો અકસ્માત; પગમાં ઈજા થતાં વિસનગર હોસ્પિટલમાં દાખલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

