Banaskanthaમાં ભારતમાલા પ્રોજેકટને લઈ ખેડૂતોનો વિરોધ, વાંચો Special Story

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારત માલા પ્રોજેક્ટને લઈ ખેડૂતો અત્યારે વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારત માલા પ્રોજેક્ટ પસાર કર્યો છે તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે પરંતુ ખેડૂતો માની રહ્યા છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે. ભારતમાલા પ્રોજેકટનો વિરોધ તે પ્રમાણે વળતર આપવામાં આવે જેને લઇ આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારત માલા પ્રોજેક્ટનો રોડ પસાર થયો છે ભારત માલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન આ રસ્તો પસાર થતા કપાય છે પરંતુ ખેડૂતોને પોતાની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારને આપ્યું હોવા છતાં પણ સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે. મોંઘા ભાવની જમીન કપાય છે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તા ના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે જે તે વખતે ખેડૂતોએ સરકારને યોગ્ય વળતર સાથે જમીન આપી હતી પરંતુ ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે તેમાં યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે આજે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈ આવેદનપત્રો આપ્યા હતા જેમાં કાંકરેજ વિસ્તારના ત્રણ ગામના ખેડૂતો ભેગા થઈ ડીસા નાયબ કલેકટર નેહા પંચાલને આવેદનપત્ર આપ્યું હતું. ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાળા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે પરંતુ અમારા ખેડૂતો મોટાભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે ત્યારે સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી અને જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.  

Banaskanthaમાં ભારતમાલા પ્રોજેકટને લઈ ખેડૂતોનો વિરોધ, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા ભારત માલા પ્રોજેક્ટને લઈ ખેડૂતો અત્યારે વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે સરકારે ખેડૂતોની જમીન પરથી ભારત માલા પ્રોજેક્ટ પસાર કર્યો છે તેનું વળતર ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે મંજૂર કર્યું છે પરંતુ ખેડૂતો માની રહ્યા છે કે સરકાર દ્વારા નવા જંત્રી પ્રમાણે ખેડૂતોને જે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન કપાય છે.

ભારતમાલા પ્રોજેકટનો વિરોધ

તે પ્રમાણે વળતર આપવામાં આવે જેને લઇ આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારત માલા પ્રોજેક્ટનો રોડ પસાર થયો છે ભારત માલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન આ રસ્તો પસાર થતા કપાય છે પરંતુ ખેડૂતોને પોતાની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સરકારને આપ્યું હોવા છતાં પણ સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે.

મોંઘા ભાવની જમીન કપાય છે

બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તા ના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે જે તે વખતે ખેડૂતોએ સરકારને યોગ્ય વળતર સાથે જમીન આપી હતી પરંતુ ખેડૂતોને અત્યારે જે સરકારે જમીનના જંત્રીના ભાવ નક્કી કર્યા છે તેમાં યોગ્ય વળતર ન મળતું હોવાના કારણે ખેડૂતો હવે સરકારનો વિરોધ દર્શાવી રહ્યા છે આજે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતોએ વળતરને લઈ આવેદનપત્રો આપ્યા હતા જેમાં કાંકરેજ વિસ્તારના ત્રણ ગામના ખેડૂતો ભેગા થઈ ડીસા નાયબ કલેકટર નેહા પંચાલને આવેદનપત્ર આપ્યું હતું.

ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી

ખેડૂતોએ રજૂઆત કરી હતી કે સરકાર અત્યારે અમારા વિસ્તારની મોંઘા ભાવની જમીન ભારતમાળા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી જૂના જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની વાત કરે છે પરંતુ અમારા ખેડૂતો મોટાભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે ત્યારે સરકાર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી અને જો આગામી સમયમાં ખેડૂતોની માંગ સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.