Banaskanthaની વિવિધ શાળાની મુલાકાત લઈ શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. એમણે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બી.ડી.મહેતા કન્યા વિદ્યાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સરકારની યોજનાનો લાભ લેવા વિધાર્થીઓને અપીલ કરી મંત્રીએ શાળાઓમાં સંચાલિત મધ્યાહન ભોજન યોજના સહિત સ્કુલના વધુ વિકાસ માટે લાગણીસભર ચકાસણી કરી હતી. તેમણે સ્કોલરશીપ યોજના "નમો સરસ્વતી" અને "નમો લક્ષ્મી" અંગે પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી જેથી કરીને વિદ્યાર્થીઓને આ યોજનાઓના લાભો વિશે વધુ માહિતી મળી શકે. આ ઉપરાંત, કન્યા નિવાસી શાળા, અંબાજી ખાતે મંત્રીએ વાલીઓને સરકારની વિવિધ સહાય યોજનાઓના લાભ વિશે માહિતી આપી હતી.આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. એમણે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બી.ડી.મહેતા કન્યા વિદ્યાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
સરકારની યોજનાનો લાભ લેવા વિધાર્થીઓને અપીલ કરી
મંત્રીએ શાળાઓમાં સંચાલિત મધ્યાહન ભોજન યોજના સહિત સ્કુલના વધુ વિકાસ માટે લાગણીસભર ચકાસણી કરી હતી. તેમણે સ્કોલરશીપ યોજના "નમો સરસ્વતી" અને "નમો લક્ષ્મી" અંગે પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી જેથી કરીને વિદ્યાર્થીઓને આ યોજનાઓના લાભો વિશે વધુ માહિતી મળી શકે. આ ઉપરાંત, કન્યા નિવાસી શાળા, અંબાજી ખાતે મંત્રીએ વાલીઓને સરકારની વિવિધ સહાય યોજનાઓના લાભ વિશે માહિતી આપી હતી.આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.