Banaskanthaના લાખણી-થરાદ હાઇવે પર બાઇક અને બુલેટ સામસામે અથડાતા બે યુવકોના ઘટનાસ્થળે મોત

Oct 22, 2025 - 01:00
Banaskanthaના લાખણી-થરાદ હાઇવે પર બાઇક અને બુલેટ સામસામે અથડાતા બે યુવકોના ઘટનાસ્થળે મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં લાખણી-થરાદ હાઇવે પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે યુવકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માત લાખણી-થરાદ હાઇવે પર થયો હતો. બેફામ ગતિએ આવી રહેલા બાઇક અને બુલેટ વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોના સવાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

લાખણી - થરાદ હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત

મૃતક યુવકમાં એક યુવક લાખણીના અસાસણ ગામનો અલ્પેશ ચાવડા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજો મૃતક યુવક ડીસાના ભોપાનગરનો અભાભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. બનાવની ગંભીરતા જોતાં તાત્કાલિક આગથળા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બન્ને યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

પોલીસે બંને મૃતક યુવકોના મૃતદેહને લાખણીની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગથળા પોલીસે અકસ્માત કયા સંજોગોમાં થયો, કોની બેદરકારી હતી અને અન્ય કોઈ પાસાં છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવાર બાદ બનેલા આ ગમખ્વાર અકસ્માતે ફરી એકવાર હાઇવે પર બેફામ ડ્રાઇવિંગના જોખમ તરફ ગંભીર ઈશારો કર્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0