Banaskanthaના દાંતીવાડા નજીક ગંભીર અકસ્માતમાં પતિ-પત્નીનું મોત, કાર ચાલક ફરાર

બનાસકાંઠાના દાંતીવાડામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી.દાંતીવાડાના ડાંગીયા નજીક બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર જ 2 લોકોના મોત થયા. ગંભીર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં મચી ચકચાર મચી જવા પામી. પતિ-પત્નીના મોતને લઇ બ્રાહ્મણ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. દાંતીવાડા પાસે સર્જાયેલ અકસ્માતમાં પોલીસે બેફામ કાર હંકારનાર ચાલક સામે ગુનો નોંધ્યો.રાજ્યના હાઈવે પરના માર્ગો વધુ સારા બન્યા છે. જો કે વધુ સારા માર્ગો બનાવતા લોકો બેફામ વાહન હંકારી રહ્યા છે. આજે દાંતીવાડાના ડાંગીયા નજીકનો માર્ગ પતિ-પત્ની માટે કાળ બન્યો. બાઈક પર સવાર ડાંગીયાના પતિ-પત્ની કોઈ કામે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગે આવતી કાર સાથે અથડામણ થઈ. કાર ચાલકના બેફામ ડ્રાઈવ કરવાના કારણે બાઈક સાથે ટક્કર થતાં પતિ-પત્ની ફંગોળાયા. માર્ગ પર જોરથી પટકાવાના કારણે ઘટનાસ્થળ પર જ પતિ-પત્નીનું મોત નિપજયું. ડાંગીયા નજીક કાર અને બાઈકના અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા. બેફામ કાર હંકારી અકસ્માત સર્જનાર ચાલકને પકડવા સ્થાનિકોએ પ્રયાસ કર્યા.પરંતુ ઘાયલ લોકોને સારવાર આપવા જતાં કારચાલક ફરાર થઈ ગયો. ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોએ તત્કાળ પોલીસને જાણ કરી. પોલીસ પોતાની ટીમના કાફલા સાથે બનાવસ્થળ પર પંહોચી. પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને મૃતકો ડાંગિયાના વતની તેમજ પતિ-પત્ની હોવાનું પોલીસને જાણકારી મળી. પોલીસે સ્થાનિકો દ્વારા આપવામાં આવેલ માહિતીના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી. દરમ્યાન બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પોલીસે આ કેસમાં અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

Banaskanthaના દાંતીવાડા નજીક ગંભીર અકસ્માતમાં પતિ-પત્નીનું મોત, કાર ચાલક ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના દાંતીવાડામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી.દાંતીવાડાના ડાંગીયા નજીક બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર જ 2 લોકોના મોત થયા. ગંભીર અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં મચી ચકચાર મચી જવા પામી. પતિ-પત્નીના મોતને લઇ બ્રાહ્મણ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. દાંતીવાડા પાસે સર્જાયેલ અકસ્માતમાં પોલીસે બેફામ કાર હંકારનાર ચાલક સામે ગુનો નોંધ્યો.

રાજ્યના હાઈવે પરના માર્ગો વધુ સારા બન્યા છે. જો કે વધુ સારા માર્ગો બનાવતા લોકો બેફામ વાહન હંકારી રહ્યા છે. આજે દાંતીવાડાના ડાંગીયા નજીકનો માર્ગ પતિ-પત્ની માટે કાળ બન્યો. બાઈક પર સવાર ડાંગીયાના પતિ-પત્ની કોઈ કામે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગે આવતી કાર સાથે અથડામણ થઈ. કાર ચાલકના બેફામ ડ્રાઈવ કરવાના કારણે બાઈક સાથે ટક્કર થતાં પતિ-પત્ની ફંગોળાયા. માર્ગ પર જોરથી પટકાવાના કારણે ઘટનાસ્થળ પર જ પતિ-પત્નીનું મોત નિપજયું.

ડાંગીયા નજીક કાર અને બાઈકના અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા. બેફામ કાર હંકારી અકસ્માત સર્જનાર ચાલકને પકડવા સ્થાનિકોએ પ્રયાસ કર્યા.પરંતુ ઘાયલ લોકોને સારવાર આપવા જતાં કારચાલક ફરાર થઈ ગયો. ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોએ તત્કાળ પોલીસને જાણ કરી. પોલીસ પોતાની ટીમના કાફલા સાથે બનાવસ્થળ પર પંહોચી. પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને મૃતકો ડાંગિયાના વતની તેમજ પતિ-પત્ની હોવાનું પોલીસને જાણકારી મળી.

પોલીસે સ્થાનિકો દ્વારા આપવામાં આવેલ માહિતીના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી. દરમ્યાન બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પોલીસે આ કેસમાં અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.