Banaskantha: મમતાને લજવતો કિસ્સો! સંતાનો આજીજી કરતા રહ્યા, માતા બાળકોને હડસેલી પ્રેમી સાથે નીકળી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠામાં મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. બે બાળકોની માતાએ પ્રેમી માટે બાળકોને તરછોડ્યા છે. બાળકોને તરછોડયાનો વીડિયો વાયરલ સામે આવ્યો છે. પોલીસ મથકમાં બાળકો માતાને આજીજી કરતા રહ્યા, મહિલાને મનાવવા તેના બાળકો હાથ જોડીને રડતા રહ્યા, માતા બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી છે. મકડાલા ગામે પરણિતા ગુમ થતા ફરિયાદ નોંધાઇ હતી. મહિલા કાંકરેજમાં પ્રેમી સાથે રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલા અને તેના પ્રેમીને વલસાડથી ઝડપ્યા હતા. પ્રેમીના પરિવારે મહિલાને દુલ્હનની જેમ વધાવી છે. મહિલા અને તેના પ્રેમી ઉપર લોકોએ ફિટકાર વરસાવી રહ્યા છે.
બનાસકાંઠામાં મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો
બનાસકાંઠામાં મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. બે બાળકોની માતાએ પોતાના પ્રેમી માટે બાળકોને તરછોડયાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ મથકમાં જ બાળકો માતાને આજીજી કરતા રહ્યા અને માતાએ બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી હોવાની ઘટના સામે આવી છે. અઠવાડિયા પહેલા દિયોદરના મકડાલા ગામની પરણિત મહિલા ગુમ થતા તેના પતિએ નોંધાવી ફરિયાદ હતી.
માતાએ પ્રેમી માટે બાળકોને તરછોડ્યા
પોલીસે તપાસ કરતા મહિલા કાંકરેજના નાણોટા ગામના તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલા અને તેના પ્રેમીને વલસાડથી ઝડપી પાડી પોલીસ મથકે લાવ્યા બાદ મહિલાના પરિવારને બોલાવ્યો હતો. મહિલાને મનાવવા તેના બાળકો હાથ જોડીને રડતા રડતા આજીજી કરતા રહ્યા પણ નિષ્ઠુર મહિલા ઉપર તેની કોઈ અસર ન થઈ, મહિલા તેના બાળકોને રડતા તરછોડીને તેના પ્રેમી સાથે નાણોટા ગામ જતા પ્રેમીના પરિવારે મહિલાને નવી દુલહનની જેમ વધાવી આવકારી છે. કાળજું કંપાવી મૂકે તેવા હૃદય દ્રવી વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા મહિલા અને તેના પ્રેમી ઉપર લોકો ફિટકાર કરી રહ્યા છે. સંતાનો કરગરતા રહ્યાં, અને માતા પ્રેમી સાથે હાથ પકડીને નીકળી ગઈ હતી.
What's Your Reaction?






