Banaskantha: દારૂ છુપાવવા ટોઇંગ ક્રેનનો ઉપયોગ કર્યો, અમદાવાદ માલ પહોંચાડે તે પહેલા જ પોલીસે દબોચી

May 21, 2026 - 14:00
Banaskantha: દારૂ છુપાવવા ટોઇંગ ક્રેનનો ઉપયોગ કર્યો, અમદાવાદ માલ પહોંચાડે તે પહેલા જ પોલીસે દબોચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોનો વધુ એક હાઇટેક પ્લાન ચોપટ થઈ ગયો છે. વાવ-થરાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને થરાદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાહ તાલુકાના મેઘપુરા ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક ટોઇંગ ક્રેનને રોકીને તપાસ કરતા પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

ક્રેનમાં સ્પેશિયલ ચોરખાનું બનાવ્યું હતું

સામાન્ય રીતે અકસ્માતગ્રસ્ત કે બંધ પડેલા વાહનોને ખેંચી જવા માટે વપરાતી ટોઇંગ ક્રેનનો ઉપયોગ આ વખતે દારૂની હેરાફેરી માટે કરવામાં આવ્યો હતો. બુટલેગરોએ ક્રેનની અંદર સ્પેશિયલ ગુપ્ત ચોરખાનું તૈયાર કર્યું હતું. આ ઉપરાંત પોલીસને વાહનના નંબર પર શંકા ન જાય તે માટે ક્રેન પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસે ક્રેનની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૧૫૬૦ બોટલો મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો અમદાવાદ ખાતે સપ્લાય કરવાનો પ્લાન હતો.

 મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ

પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો, હેરાફેરીમાં વપરાયેલી ક્રેન અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 16.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં ક્રેન ચલાવતા અને મૂળ હરિયાણાના રહેવાસી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો અન્ય એક સાથીદાર પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. થરાદ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને, દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને આપવાનો હતો તે દિશામાં સઘન રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની થીમ પર યોજાશે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0