Banaskantha: અમીરગઢમાં યુવક બનાસ નદીમાં ફસાયો, 16 કલાકથી યુવક પથ્થરોના સહારે મદદની રાહે

Sep 7, 2025 - 10:00
Banaskantha: અમીરગઢમાં યુવક બનાસ નદીમાં ફસાયો, 16 કલાકથી યુવક પથ્થરોના સહારે મદદની રાહે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના અમીરગઢમાં યુવક નદીમાં ફસાયો હતો. નદીમાં પથ્થરોના સહારે બેસી મદદની રાહ જોતો હતો. આખરે 16 કલાકથી વધુ સમયથી યુવક નદીમાં ફસાયેલો રહ્યો હતો. ગઈકાલે નદીમાં ફસાયેલા યુવકને બચાવવા કામગીરી કરવામાં આવી છે. SDRF દ્વારા યુવકને બચાવવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. રેસ્ક્યુ ન થાય તો હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે.અચાનક પાણી આવતા યુવક નદીમાં ફસાયો હતો.

 અમીરગઢમાં યુવક નદીમાં ફસાયો

અમીરગઢ પાસેની બનાસ નદીમાં યુવક ફસાયો છે. ગઈકાલથી યુવક બનાસ નદીના પટમાં ફસાયો છે. 16 કલાકથી વધુ સમયથી યુવક નદીના પથ્થરોના સહારે બેસી મદદની રાહ જોઈ રહ્યો છે. રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી બનાસ નદીમાં સતત પાણી વધતું જતું હોવાથી તંત્રને યુવકને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. SDRFની ટીમ યુવને બહાર કાઢવા સતત પ્રયાસ કરી રહી છે.

SDRFની ટીમ યુવને બહાર કાઢવા સતત પ્રયાસ

જો યુવકનું તંત્ર દ્વારા રેસ્ક્યુ નહિ થાય તો હેલિકોપ્ટરની મદદ લઇ યુવકને રેસ્ક્યુ કરાશે. યુવક પાણીમાં ઉતર્યો અને અચાનક પાણીનો વધારો થતો યુવક ગઇકાલથી નદીમાં ફસાયો છે. આખરે 16 કલાકથી વધુ સમયથી યુવક નદીમાં ફસાયેલો રહ્યો હતો. તંત્ર દ્વારા ભારે વરસાદ વાળા વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી માટે ટીમો મોકલવામાં આવી છે. લોકોને તંત્ર દ્વારા નદીના પટમાં કે આસપાસ ન જવા અપીલ કરવામાં આવી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0