Banaskantha Vav Assembly : 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ ચૂંટણી બંદોબસ્તમાં ગોઠવાઇ
૦૭- વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આજે રોજ મતદાન યોજાઈ રહ્યું છે. વાવ પેટા ચૂંટણી મુકત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય તથા લોકો કોઈપણ જાતના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ૩૨૧ મતદાન મથકો ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મિલેટ્રી ફોર્સ તૈયાર જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના જણાવ્યા અનુસાર વાવમાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન માટે કુલ ૦૭ જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં ૦૪ પેરા મિલેટ્રી અને ૦૩ એસ.આર.પી કંપનીઓ ગોઠવવામાં આવી છે. તમામ ક્રિટિકલ બુથ અને વાવ વિધાનસભાને જોડતી સાત ચેક પોસ્ટ પર સી.એ.પી.એફ કંપનીઓને સુરક્ષા સોંપવામાં આવી છે. દરેક પોલિંગ બુથ અને બિલ્ડિંગ પર ચૂંટણી પંચના ફોર્સ ડિપ્લોમેટ પ્લાન અંતર્ગત કર્મચારીઓ અને પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા છે. અધિકારીઓની કરાઈ નિમણૂંક આ સાથે દરેક ૦૪ ગામ દીઠ એક પોલીસ પેટ્રોલિંગ મોબાઈલ રૂટ પણ ગોઠવવામાં આવ્યો છે. જેમાં જરૂરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન કરવામાં આવશે. આ સાથે દરેક પોલીસ સ્ટેશન ખાતે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તૈનાત કરવામાં આવી છે. તમામ ચાર પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીઓ તથા તેમની મદદ માટે પી.આઈ.અને પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓની પણ નિમણુંક કરાઈ છે. સાયબરની ટીમ પણ સચેત છે આ સાથે સોશિયલ મીડિયાના મોનીટરીંગ માટે પાલનપુર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે યુનિટ ઊભું કરાયું છે જે સાયબર મીડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ઉમેદવારી પત્રો ભરાયા વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે (૦૨) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (૦૧) ઉમેદવાર ઉપરાંત સાત (૦૭) અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ.ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.મતગણતરી 23 નવેમ્બરના રોજ કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
૦૭- વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આજે રોજ મતદાન યોજાઈ રહ્યું છે. વાવ પેટા ચૂંટણી મુકત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય તથા લોકો કોઈપણ જાતના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ૩૨૧ મતદાન મથકો ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મિલેટ્રી ફોર્સ તૈયાર
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના જણાવ્યા અનુસાર વાવમાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન માટે કુલ ૦૭ જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં ૦૪ પેરા મિલેટ્રી અને ૦૩ એસ.આર.પી કંપનીઓ ગોઠવવામાં આવી છે. તમામ ક્રિટિકલ બુથ અને વાવ વિધાનસભાને જોડતી સાત ચેક પોસ્ટ પર સી.એ.પી.એફ કંપનીઓને સુરક્ષા સોંપવામાં આવી છે. દરેક પોલિંગ બુથ અને બિલ્ડિંગ પર ચૂંટણી પંચના ફોર્સ ડિપ્લોમેટ પ્લાન અંતર્ગત કર્મચારીઓ અને પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા છે.
અધિકારીઓની કરાઈ નિમણૂંક
આ સાથે દરેક ૦૪ ગામ દીઠ એક પોલીસ પેટ્રોલિંગ મોબાઈલ રૂટ પણ ગોઠવવામાં આવ્યો છે. જેમાં જરૂરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન કરવામાં આવશે. આ સાથે દરેક પોલીસ સ્ટેશન ખાતે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તૈનાત કરવામાં આવી છે. તમામ ચાર પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીઓ તથા તેમની મદદ માટે પી.આઈ.અને પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓની પણ નિમણુંક કરાઈ છે.
સાયબરની ટીમ પણ સચેત છે
આ સાથે સોશિયલ મીડિયાના મોનીટરીંગ માટે પાલનપુર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે યુનિટ ઊભું કરાયું છે જે સાયબર મીડિયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લાના ૦૭- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.
ઉમેદવારી પત્રો ભરાયા
વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે (૦૨) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (૦૧) ઉમેદવાર ઉપરાંત સાત (૦૭) અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ.ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.મતગણતરી 23 નવેમ્બરના રોજ કરવામાં આવશે.