Suratમાં ફરી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રાવણ દહનના કાર્યક્રમમાં વિઘ્ન
સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદે ધોધમાર બેટીંગ શરૂ કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના પારલે પોઈન્ટ, અઠવા લાઈન્સ, ડુમસ રોડ, સીટી લાઈટ, રાંદેર, અડાજણ અને કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.વેસુની મહાવીર યુનિવર્સિટી સામે ઘૂંટણસમા પાણી ભરાયા સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેસુની મહાવીર યુનિવર્સિટી સામે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના લીધે રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જો કે વરસાદને પગલે આજે રાવણ દહનના કાર્યક્રમમાં વિઘ્ન આવ્યું છે અને લોકોની મજા બગડી છે. સમગ્ર શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે. ત્યારે હજુ પણ એક દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક જગ્યાએ ગરબાના આયોજનને મોટી અસર ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સુરતમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાએ ગરબાના આયોજનને પણ મોટી અસર પહોંચી છે અને ગરબા રસિકોમાં ભારે નિરાશા વ્યાપી હતી. કારણ કે નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદે એન્ટ્રી લેતા ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેશે. આજે નર્મદા, ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી ત્યારે આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં વરસાદ રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદે ધોધમાર બેટીંગ શરૂ કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના પારલે પોઈન્ટ, અઠવા લાઈન્સ, ડુમસ રોડ, સીટી લાઈટ, રાંદેર, અડાજણ અને કતારગામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
વેસુની મહાવીર યુનિવર્સિટી સામે ઘૂંટણસમા પાણી ભરાયા
સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વેસુની મહાવીર યુનિવર્સિટી સામે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના લીધે રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જો કે વરસાદને પગલે આજે રાવણ દહનના કાર્યક્રમમાં વિઘ્ન આવ્યું છે અને લોકોની મજા બગડી છે. સમગ્ર શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે. ત્યારે હજુ પણ એક દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અનેક જગ્યાએ ગરબાના આયોજનને મોટી અસર
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી સુરતમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાએ ગરબાના આયોજનને પણ મોટી અસર પહોંચી છે અને ગરબા રસિકોમાં ભારે નિરાશા વ્યાપી હતી. કારણ કે નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદે એન્ટ્રી લેતા ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ તરફથી રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ રહેશે. આજે નર્મદા, ભરૂચ, સુરત, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આવતીકાલે વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી
ત્યારે આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં સાવચેતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં વરસાદ રહેશે.