morbiમાં જૂની અદાવતમાં યુવાનના અપહરણ બાદ હત્યા

મોરબીમાં જૂની અદાવતમાં યુવાનનું અપહરણ કરી હત્યા થઈ હાવાની ઘટના બનવા પામી છે. આ હત્યા પ્રેમસંબંધને કારણે થઈ હોય તેવુ પરિજનો કહી રહ્યા છે. હત્યા કરી મૃતદેહને અવાવરું જગ્યા પર ફેકી દેવામાં આવ્યો હતો. મોરબીના નીચી માંડલ પાસે અવાવરું જગ્યાએથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.જુની અદાવતને લઈ હત્યા પ્રાપ્ત માહિતી અનુસાર યુવક રવિ માનેવાડિયાની પ્રેમસંબંધને લઈ જુની અદાવત રાખી હત્યા કરવામાં આવી છે. ઇન્દિરાનગર દારૂના પોઈન્ટ પાસે પહેલા રીક્ષામાં યુવકનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેને બેલા પાસે બાવળની જાળીઓમાં માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતદેહને અવાવરુ જગ્યા પર ફેંકી આરોપીઓ નાસી છુટ્યા હતા. હત્યાનો બનાવ બનતા ફાંસીની માંગણી સાથે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે પરીવારજનો પહોંચ્યા હતા. મૃતદેહ સ્વીકારવાનો પરિજનોનો ઈનકારપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, હત્યા પહેલા યુવકને ધોકા અને પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકની હત્યા થતા પરિવારમાં શોકનુ મોંજુ ફરી વળ્યુ છે. પરિજનોનો આક્રંદ એટલો છે કે, તેઓ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે. આ ઘટનામાં મૃતકના ભાઈએ 11 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાને લઈ પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યા છે. પરિજનોનો આક્ષેપ છે કે, CCTV ફૂટેજ હોવા છતાં પોલીસ કામગીરી નથી કરી રહી. હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની શોધખોળ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

morbiમાં જૂની અદાવતમાં યુવાનના અપહરણ બાદ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મોરબીમાં જૂની અદાવતમાં યુવાનનું અપહરણ કરી હત્યા થઈ હાવાની ઘટના બનવા પામી છે. આ હત્યા પ્રેમસંબંધને કારણે થઈ હોય તેવુ પરિજનો કહી રહ્યા છે. હત્યા કરી મૃતદેહને અવાવરું જગ્યા પર ફેકી દેવામાં આવ્યો હતો. મોરબીના નીચી માંડલ પાસે અવાવરું જગ્યાએથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

જુની અદાવતને લઈ હત્યા

પ્રાપ્ત માહિતી અનુસાર યુવક રવિ માનેવાડિયાની પ્રેમસંબંધને લઈ જુની અદાવત રાખી હત્યા કરવામાં આવી છે. ઇન્દિરાનગર દારૂના પોઈન્ટ પાસે પહેલા રીક્ષામાં યુવકનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેને બેલા પાસે બાવળની જાળીઓમાં માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતદેહને અવાવરુ જગ્યા પર ફેંકી આરોપીઓ નાસી છુટ્યા હતા. હત્યાનો બનાવ બનતા ફાંસીની માંગણી સાથે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે પરીવારજનો પહોંચ્યા હતા.

મૃતદેહ સ્વીકારવાનો પરિજનોનો ઈનકાર

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, હત્યા પહેલા યુવકને ધોકા અને પાઇપ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. યુવકની હત્યા થતા પરિવારમાં શોકનુ મોંજુ ફરી વળ્યુ છે. પરિજનોનો આક્રંદ એટલો છે કે, તેઓ યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે. આ ઘટનામાં મૃતકના ભાઈએ 11 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાને લઈ પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યા છે. પરિજનોનો આક્ષેપ છે કે, CCTV ફૂટેજ હોવા છતાં પોલીસ કામગીરી નથી કરી રહી. હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની શોધખોળ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.