Banaskantha Rain : પાલનપુરમાં 7 ઇંચ વરસાદના કારણે પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના પાલનપુરમાં 7 ઇંચ વરસાદના કારણે સ્થાનિકોને અને વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે, પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા છે, ગઠામણ પાટીયા વિસ્તાર બેટમાં ફેરવાયો છે, અને હાઇવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, રાજસ્થાનથી અમદાવાદ અને અમદાવાદથી રાજસ્થાન તરફ જતા વાહનો ટ્રાફિકમાં ફસાયા છે.
બનાસકાંઠાના થરાદમાં વરસાદથી પાણી ભરાયા
બનાસકાંઠાના થરાદામાં પણ વરસાદથી પાણી ભરાયા છે, અને લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે, બસ સ્ટેન્ડ, એસટી વર્કશોપ પાસે પાણી ભરાયા છે, થરાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોને તકલીફ પડી રહી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસામાં આ જ રીતે પાણી ભરાય છે અને કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી દેખાતી નથી.
પાલનપુર ભારે વરસાદથી પાણી પાણી
પાલનપુરમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે, 7 ઇંચ વરસાદથી દુકાનોમાં ઘૂસ્યા પાણી અને ડેરી રોડ પરની દુકાનોમાં પાણી ભરાયા છે, દુકાનોનો સામાન પાણીમાં તરવા લાગ્યો છે. ગઈકાલે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને એ માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરાઈ હતી. રાજ્યનાં વિવિધ સ્થળે NDRF-SDRFની 32 ટીમ તહેનાત કરાઈ છે.
What's Your Reaction?






