Banaskantha Rain News : થરાદમાં જામ્યો વરસાદી માહોલ, ગાજવીજ પવન સાથે વરસાદ વરસ્યો

Jul 19, 2025 - 10:00
Banaskantha Rain News : થરાદમાં જામ્યો વરસાદી માહોલ, ગાજવીજ પવન સાથે વરસાદ વરસ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ જામ્યો છે અને નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, પાણી ભરાવાની સાથે ઘણા વાહનો બંધ પણ પડી ગયા છે, સાથે સાથે વહેલી સવારથી વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે, થરાદ શહેરમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકયો છે.

બનાસકાંઠાના થરાદમાં વરસાદી માહોલ

બનાસકાંઠામાં વહેલી સવારથી ગાજવીજ-પવન સાથે વરસાદ વરસ્યો છે, થરાદ શહેરમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો બાળકોને શાળાએ જવા માટે પાણીમાથી પસાર થઉ પડે છે, જમડા, લોરવાડા, નાગલા, ડોડગામ, ભોરોલ, પિલુડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, ગરમીમાં ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમી અને બફરા સામે રાહત મળી હતી.

અમીરગઢ તાલુકામાં સર્જાયો વરસાદી માહોલ

બે દિવસના વિરામ બાદ પુન વરસાદનું બનાસકાંઠા જિલ્લામાં આગમન થયું છે, ઈકબાલગઢ ઓવર બ્રિજ આગળ ભરાયા ઘૂંટણ સમા પાણી અને વિધાર્થીઓને શાળાએ જવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે, દોઢ ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ મોંઘભાવના બિયારણો લાવીને મગફળી સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરબાન થયો છે ગઈકાલે બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદે વિરામ લીધા બાદ પણ ખેડુતોના ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈને પડી રહેતા ખેડૂતોની મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0