Banaskantha Rain News : ડીસામાં 4 ઈંચ વરસાદ ખાબકયો, આબુ-અમદાવાદ હાઇવે પર કેડસમા પાણી ભરાયા

Jul 13, 2025 - 08:30
Banaskantha Rain News : ડીસામાં 4 ઈંચ વરસાદ ખાબકયો, આબુ-અમદાવાદ હાઇવે પર કેડસમા પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ ખાબકયો છે, ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી અને ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો તેમજ સ્થાનિકો હેરાન થઈ ગયા છે, ડીસામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, અને 4 ઈંચ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.

ડીસા પંથકમાં ભારે વરસાદ

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ ખાબકયો છે, અને અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે, અને ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા છે, ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે અને ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં ધોવાઈ ગયો છે, ભારે વરસાદના કારણે જન જીવન પર તેની અસર જોવા મળી છે. ડીસા શહેરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ડીસા પંથકમાં 4 ઈંચ કરતા વધારે વરસાદ ખાબકયો છે.

પાલનપુરમાં ચાર ઈંચથી વધુ વરસાદ

પાલનપુરમાં પણ ભારે વરસાદના કારણે આબુ-અમદાવાદ હાઇવે પર કેડસમાં પાણી ભરાયા છે, બિહારી બાગ નજીક નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે, આબુથી અમદાવાદ આવતા વાહનચાલકો અટવાયા છે અને 4 ઈંચથી વધુ વરસાદથી પાણી ભરાયા છે, ભારે વાહનો પણ પાણીમાં બંધ પડયા છે અને વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો છે.

મગફળીના પાકમાં નુકસાન

શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભારે વરસાદના પગલે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થવા પામ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વિરામ બાદ મેઘ મહેર થવા પામી હતી. દાંતીવાડા અને પાલનપુરમાં પણ વરસાદ ખાબક્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0