Banaskantha News : સાઈબર ક્રાઇમની નવી મોડસ ઓપરેન્ડી, SP ના નામે ફેક ID બનાવી કરી ઠગાઈ

Aug 21, 2025 - 17:30
Banaskantha News : સાઈબર ક્રાઇમની નવી મોડસ ઓપરેન્ડી, SP ના નામે ફેક ID બનાવી કરી ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના પોલીસ વડા (SP) અક્ષયરાજ મકવાણાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને લોકોને છેતરતી એક મેવાતી ગેંગના સભ્યને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીએ SP ના નામના એક-બે નહીં પરંતુ આઠ જેટલા નકલી એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ તે લોકોને મેસેજ મોકલવા અને સસ્તા ભાવે ફર્નિચર તેમજ અન્ય વસ્તુઓ વેચવાના બહાને પૈસા પડાવવા માટે કરતો હતો. આ ઘટનાએ સાયબર ક્રાઈમની નવી અને ચિંતાજનક મોડાસ ઓપરેન્ડી સામે લાવી છે, જેમાં આરોપીઓ સરકારી અધિકારીઓની ઓળખનો દુરપયોગ કરી રહ્યા છે.

ઓળખ ચોરી અને નાણાકીય છેતરપિંડી

આ ઠગાઈની પદ્ધતિ ખૂબ જ સરળ પણ અસરકારક હતી. આરોપી પોલીસ અધિકારીના નામ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. તે સોશિયલ મીડિયા પર લોકોને મેસેજ મોકલીને સસ્તા ભાવે વસ્તુઓ ખરીદવાની લાલચ આપતો હતો, અને તેના બદલામાં એડવાન્સ પેમેન્ટની માંગણી કરતો હતો. ઘણા લોકોએ આ મેસેજ પર વિશ્વાસ કરીને પૈસા પણ ગુમાવ્યા હતા. જોકે, પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

લોકો માટે ચેતવણી રૂપી કિસ્સો

આ ઘણા બાદ બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાએ પોતે લોકોને આવા ફેક એકાઉન્ટ્સથી સચેત રહેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈ પણ સરકારી અધિકારી કે પોલીસ અધિકારી ક્યારેય પણ સોશિયલ મીડિયા પર રૂપિયાની માંગણી કરતા નથી. જો આવા કોઈ મેસેજ આવે તો તેની પુષ્ટિ કર્યા વિના કોઈ પણ નાણાકીય વ્યવહાર કરવો નહીં. આ ઘટના એ વાતનું ઉદાહરણ છે કે, ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા કેટલી મહત્વની છે અને વ્યક્તિગત માહિતીનો દુરપયોગ થતો અટકાવવા માટે દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જરૂરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0