Banaskantha News : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો

Aug 3, 2025 - 09:00
Banaskantha News : વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.

અધ્યક્ષે તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે આજે થરાદને ગૌરવ મળ્યું છે. થરાદને અગ્ર હરોળમાં લાવવા માટે આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પંચાયત સહિતના વિભાગોના કર્મયોગીઓ દ્વારા ટીમ વર્ક સાથે ફિલ્ડમાં ઊતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય છે. અધ્યક્ષે તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગમે તેવું નહીં પણ પ્રસાદના રૂપે ભોજન લેવું જોઈએ

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, થરાદ સહિત બનાસકાંઠા જિલ્લો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ખેતીવાડી અને પશુપાલનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે. જિલ્લામાં વૃક્ષારોપણ સહિત જળસંચયના કાર્યો થઈ રહ્યા છે. તેમણે કિશોરીઓ, ધાત્રી તથા સગર્ભા માતાઓ માટે સુપોષણ તરફ આગળ વધવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સામાજિક માન્યતાઓના લીધે કોઈપણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ના રહે તે જરૂરી છે. જિલ્લાના નાગરિકોએ પ્રોટીન, મિનરલ સહિતનો સંપૂર્ણ ખોરાક માટે ફૂડ હેબિટની તથા લિવિંગ હેબિટની ટેવ પાડવી જોઈએ. ગમે તેવું નહીં પણ પ્રસાદના રૂપે ભોજન લેવું જોઈએ.

સમગ્ર દેશમાં ૫૦૦ એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં ૧૩ તાલુકાનો સમાવેશ થાય છે

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. વિશ્વમાં ભારત આજે ચોથી અર્થવ્યવસ્થા બની છે. નાગરિકોની ૨ લાખ ૭૩ હજારથી વધુ માથાદીઠ આવક થઈ છે. સમગ્ર દેશમાં ૫૦૦ એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં ૧૩ તાલુકાનો સમાવેશ થાય છે. થરાદ તાલુકાને મળેલ ગોલ્ડ મેડલ પાછળ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની મહેનતનું ફળ છે. જેમાં થરાદ બ્લોકે તમામ ઇન્ડિકેટર્સમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. થરાદ આજે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે તથા દેશમાં છઠ્ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

“સંપૂર્ણતા અભિયાન”માં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી

અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોદન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખ દ્વારા કરાયું હતું તથા આભાર વિધિ જિલ્લા આયોજન અધિકારી પરમાર દ્વારા રજૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત “સંપૂર્ણતા અભિયાન”માં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા ૬ ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ ૬ ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશનની સિદ્ધી હાંસલ કરાઈ હતી. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, એ.પી.એમ.સી ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ, ડી.ડી.રાજપૂત સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0