Banaskantha News : પાલનપુર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓએ લીધા પોષણ અંગે શપથ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન સ્વરૂપે પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધી ૭ પોષણ માસ સફળતાપુર્વક ઉજવવામાં આવ્યા છે.
અધિકારીઓ અને પદાધિકારીઓને પોષણ માસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
બનાસકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠકમાં પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત પોષણ અંગે જન જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યને અનુલક્ષીને જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા પોષણ માસને અનુલક્ષીને અધિકારીઓ અને પદાધિકારીઓને પોષણ માસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઇ.સી.ડી.એસ શાખાના જિલ્લા પ્રોગ્રામ ઓફીસર ઉષાબેન ગજ્જર દ્વારા આઇ.સી.ડી.એસ દ્વારા બાળકો- સગર્ભા- ધાત્રીમાતાઓ માટે ચાલતી વિવિધ યોજનાઓની અધિકારીઓ - પદાધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. આ સાથે તમામ ઉપસ્થિતોએ પોષણ શપથ લીધા હતા.
તા ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે
ચાલુ વર્ષે ૮મુ “પોષણ માસ-૨૦૨૫” તા ૧૭ સપ્ટેમ્બર થી તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં (૧) સ્થુળતા અંગે જાગૃતિ-ખાંડ, મીઠું અને તેલનો વપરાશ ઘટાડવો (૨) પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE) પોષણ ભી પઢાઇ ભી (PBPB) (૩) નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ (IYCF) (૪) પુરૂષોની સહભાગિતા વધારવી (૫) વોકલ ફોર લોકલ (સ્થાનિક ખાધ પદાર્થો અને ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન) (૬) સંયુક્ત પગલાં અને ડીઝીટલાઇઝેશન આ મુખ્ય ૬ થીમ પર લોકો જાગૃત થાય તે માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ છે. અધિકારીઓ રહ્યાં હાજર
આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, બાબુભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






