Banaskantha News: ડીસામાં રૂ. 21 કરોડના ખર્ચે બનશે અર્બન હાટ, ખાતમુહૂર્ત સંપન્ન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. ડીસામાં હવે હસ્તકલા અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે રૂ. 21 કરોડના ખર્ચે ભવ્ય 'અર્બન હાટ'નું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું રાજ્ય મંત્રીઓના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
બે મંત્રીઓના હસ્તે ખાતમુહૂર્ત
ડીસાના હાઈવે પિલર મેદાન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્ય મંત્રી પ્રવિણ માળી અને સ્વરૂપજી ઠાકોરના હસ્તે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ અર્બન હાટ ડીસાના હાઈવે પિલર મેદાનમાં નિર્માણ પામશે, જે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું સ્થળ છે.
સ્વદેશી વસ્તુઓનું હબ બનશે ડીસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા 'વોકલ ફોર લોકલ' અને સ્વદેશી ચીજવસ્તુઓ પર ભાર મૂકવાની અપીલ કરી છે. વડાપ્રધાનની આ અપીલને વેગ આપવા માટે ડીસામાં આ અર્બન હાટ તૈયાર થઈ રહ્યું છે. અહીં સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલ ચીજવસ્તુઓ, હસ્તકલાના નમૂનાઓ અને અન્ય ઉત્પાદનોનું સીધું વેચાણ થઈ શકશે.
સ્થાનિક રોજગારી અને વેપારને મળશે વેગ
રૂ. 21 કરોડના માતબર ખર્ચે તૈયાર થનારા આ અર્બન હાટમાં અનેક સ્ટોલ્સ અને સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેના કારણે ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાના ઉદ્યોગકારો અને કારીગરોને પોતાનું પ્લેટફોર્મ મળશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે અને ડીસાના વેપાર-ઉદ્યોગને નવો આયામ મળશે. ખાતમુહૂર્ત બાદ મંત્રીઓએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળે.
આ પણ વાંચો - Banaskantha : હાઈવોલ્ટેજ ડ્રામા, ચૂંટણી અધિકારીનું બીપી વધી જતાં દિયોદર તા.પંચાયતની ચૂંટણી મુલતવી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

