Banaskantha News : ખેલ મહાકુંભ 2025 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 29 ઓગસ્ટથી થશે શરૂ, રમતવીરોને સમયમર્યાદામાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ - ૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ અંતર્ગત શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા તથા જીલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
રમત-ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓ લઈ શકશે ભાગ
આ ખેલ મહાકુંભ - ૨૦૨૫માં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એજ, અબવ - ૪૦ અને અબવ - ૬૦ વય જૂથના ખેલાડીઓ ભાગ લઇ શકશે. રમત- ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ http://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ખેલ મહાકુંભ - ૨૦૨૫માં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૨૯-૦૮-૨૦૨૫થી શરૂ થશે. રમત- ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ http://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
દરેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે
કોઈપણ ખેલાડી બે કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથના ખેલાડીઓએ શાળાના માધ્યમથી જ રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
What's Your Reaction?






