Banaskantha News : ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, ડમ્પર ચાલકોમાં ફફડાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા જિલ્લામાં ઓવરલોડ વાહનોની અવરજવર પર અંકુશ લાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે, આજે થરાદ ચાર રસ્તા પાસેથી એક ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર થરાદ વિસ્તારમાંથી પસાર થતા ઓવરલોડ ટ્રક-ડમ્પરનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે.
થરાદ ચાર રસ્તા પાસેથી મળ્યું ઓવરલોડ ડમ્પર
મળતી જાણકારી અનુસાર, થરાદ ચાર રસ્તા એ વ્યસ્ત જંકશન છે જ્યાંથી મોટી સંખ્યામાં માલવાહક વાહનો પસાર થયા છે. ખાણ ખનીજ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે, આ માર્ગ પરથી ઓવરલોડ ડમ્પરો નિયમિતપણે પસાર થાય છે. જે રસ્તાઓનું ધોવાણ કરવા ઉપરાંત અકસ્માતનું જોખમ પણ વધારે છે. આ બાતમીના આધારે વિભાગના અધિકારીઓએ વોચ ગોઠવી હતી શંકાસ્પદ જાણતા એક ડમ્પરને રોકીને તેની ચકાસણી કરી હતી. ચકાસણી દરમિયાન, ડમ્પર નિર્ધારિત વજન મર્યાદા કરતાં વધુ ભાર સાથે પસાર થઇ રહ્યું હોવાનું જણાયું હતું. જેને પગલે ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક ધોરણે ડમ્પર જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓવરલોડ વાહનોને લઈને ખાણ ખનીજ વિભાગ સક્રિય
નિયમ મુજબ ઓવરલોડ વાહનો પાસેથી દંડ વસૂલવામાં આવે છે અને જરૂર પડ્યે કાયદેસરના પગલાં પણ લેવાય છે. નોંધનીય છે કે, થરાદ વિસ્તારમાં ખાણકામ અને ખનીજ પરિવહનનું પ્રમાણ વધુ હોવાને કારણે ઓવરલોડ ટ્રક અને ડમ્પરોનો પ્રશ્ન વ્યાપક બન્યો છે. સ્થાનિક લોકો દ્વારા પણ અનેકવાર આ અંગે રજૂઆતો કરવામાં આવી છે કારણ કે આવા વાહનોને કારણે રોડ-રસ્તાઓને નુકસાન થાય છે અને વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.
What's Your Reaction?






