Banaskantha News: 500 કરોડનું GST કૌભાંડ જાહેર કરનાર વેપારીનું લાયસન્સ સસ્પેન્ડ, તંત્રેએ નોટીસ આપી ખુલાસો માંગ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડીસા માર્કેટયાર્ડમાં એક વેપારીએ પોતાની પેઢી આગળથી જ એક વીડિયો વાયરલ કર્યો હતો.જેમાં ડીસા માર્કેટયાર્ડમાં સુઆયોજિત રીતે થતા GST કૌભાંડ વિશે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ માર્કેટયાર્ડના વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. માર્કેટના સત્તાધીશો આ વેપારીને દબાવવા માટે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરી ખરીદીની કામગીરીને રોકાવી દીધી હતી અને તેને દબાવી ખુલાસાની માંગણી કરી હતી. જોકે વેપારી પણ આ વીડિયો વાયરલ કર્યા બાદ માર્કેટના અધિકારીઓની ધમકીના કારણે ફફડી ઉઠ્યો છે.
આ વેપારી પણ મૂંઝવણમાં મુકાયો છે
જોકે વેપારીએ જે વીડિયો વાયરલ કર્યો છે તેમાં ક્યાંક સત્યતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે હાલમાં તો આ 500 કરોડથી વધુ GST ચોરીને દબાવવા વેપારીઓ અત્યારે બિલો બનાવવામાં અને આ મામલાને દબાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાની વિગતો પણ સામે આવી છે. માર્કેટયાર્ડના સત્તાધીશો ના પગ નીચે રેલો ન આવે તે માટે તેઓ દ્વારા આ વેપારીને દબાવી તેનું માફી પત્ર તેમજ તેને ધંધો ન કરવા દેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે અને હાલ તેને લાયસન્સ રદ કરી કમિટી નક્કી કરશે તેમ કહી ખરીદી બંધ કરાવી દેવામાં આવી છે જેને લઈને હાલ આ વેપારી પણ મૂંઝવણમાં મુકાયો છે.ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આ GST ચોરીનું કૌભાંડ ઘણા સમયથી ચાલુ રહ્યું હોવાનું પણ કેટલાક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
મગફળી અને રાયડાનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે
જોકે કેટલાક વેપારીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાની GST ચોરી કરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. GST અધિકારીઓ હવે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરે છે કે પછી GST અધિકારીઓ પર મિલીભગત હોય તેમ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવા નાટકો ભજવે છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. ડીસા માર્કેટયાર્ડમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનું ટર્નઓવર થઈ રહ્યું છે જેમાં ખાસ કરીને મગફળી અને રાયડાનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે.પરંતુ ઘણા સમયથી આ માર્કેટયાર્ડમાં GST ચોરીની ફરિયાદો થઈ રહી છે.ત્યારે હવે GST અધિકારીઓ શું આ બાબતની તપાસ કરશે ખરા અને સરકારને થતી GST ચોરીના નુકસાન બાબતે ભરપાઈ કરાવશે ખરા તે ચર્ચાનો વિષય બન્યો છે.
વેપારી પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે :સેક્રેટરી
આ બાબતે માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોષીએ જણાવ્યું હતું કે, વેપારીએ નિયમ વિરૂદ્ધ વીડિયો વાયરલ કર્યો છે જેથી તેને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો માંગવામાં આવ્યો છે સાથે હાલ તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.સાત દિવસમાં તેણે ખુલાસો રજૂ કરવો પડશે ત્યારબાદ કમિટીએ નક્કી કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ Mahesana : બ્રાહ્મણવાડા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ ગયું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

