બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી 3844 હેક્ટર જમીનમાં ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ સતત પડેલા કમોસમી વરસાદ અને ચોમાસામાં પડેલા વરસાદના પગલે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જેની સીધી અસર અત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં જોવા મળી રહી છે.
માર્કેટયાર્ડમાં પાંચ લાખ કરતાં વધુ મગફળીની બોરીની ઘટ જોવા મળી રહી છે
ગત વર્ષે ડીસા માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની આવક 9.73 લાખ બોરીની થઈ હતી જેની સરખામણીએ આ વર્ષે પડેલા ભારે વરસાદના પગલે 4.58 લાખ બોરીની થઈ છે જેને લઇ અત્યારે ડીસા માર્કેટયાર્ડમાં પાંચ લાખ કરતાં વધુ મગફળીની બોરીની ઘટ જોવા મળી રહી છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતો વહેલા વરસાદ ના કારણે પાક લઇ શક્યા નથી જેના કારણે માર્કેટ પણ ખાલી રહેવા પામ્યું છે. બનાસકાંઠા જિલ્લોએ મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ વર્ષ 2025 ની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક બાદ એક પોતાના ખેતી પાકોમાં મોટો નુકસાન વેઠવી રહ્યા છે.
મગફળીના પાકમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો
શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાટામાં મોટું નુકસાન થયું હતું જે બાદ ઉનાળુ બાજરીમાં પણ કમોસમી વરસાદના કારણે મોટુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આ તમામ વાવેતરમાં જે નુકસાન થયું હતું તેમાંથી બહાર નીકળવા માટે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેડૂતોનો પાક તૈયાર હતો અને ખેતરોમાં નીકાળેલો પડ્યો હતો તે સમય જ બે દિવસ પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
ડીસા તાલુકામાં 1530 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને મગફળીનું વાવેતર કર્યું હતું
અત્યારે પણ ખેડૂતોએ જે ચોમાસુ મગફળીનું વાવેતર કર્યું છે તેમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ફરી એકવાર મગફળીના વાવેતરમાં પણ નુકસાન ભોગવવાનો વારો આવે છે આમ વર્ષ 2025નો વટ ખેડૂત માટે આપત્તિ જનક સાબિત થઈ રહ્યું છે ત્યારે હાલ તો વારંવાર વરસાદના કારણે થયેલ નુકસાન બાબતે સરકાર સર્વે કરી અને ખેડૂતોને સહાય કરે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 3844 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું જ્યારે ડીસા તાલુકામાં 1530 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને મગફળીનું વાવેતર કર્યું હતું.
ગત વર્ષની વાત કરવામાં આવે તો ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળો મગફળીની આવક 9.73 લાખ બોરીની થઈ હતી
પરંતુ ઉનાળાના સમય દરમિયાન પડેલા કામોસમી વરસાદના પગલે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન સામે આવી રહ્યું છે સતત ખેડૂતોને મગફળીના પાકમાં થયેલ નુકસાનને લઇ તેની સીધી અસર અત્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડમાં જોવા મળી રહ્યું છે ગત વર્ષની વાત કરવામાં આવે તો ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળો મગફળીની આવક 9.73 લાખ બોરીની થઈ હતી અને 963 થી 1200 રૂપિયા જેટલો ભાવ ખેડૂતોને પ્રતિ 20 કિલોએ મળ્યો હતો જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો સતત વરસાદના કારણે થયેલ મગફળીના પાકમાં નુકસાનના પગલે માર્કેટયાર્ડમાં 4.58 લાખ બોરીની આવક થઈ છે જેની સામે ખેડૂતોને 550 થી 800 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે એટલે કે અત્યારે તો ડીસા માર્કેટયાર્ડમાં પાંચ લાખથી વધુ બોરીની આવક ઓછી થઈ રહી છે ખેડૂતોને પણ અત્યારે જે માર્કેટ યાર્ડમાં મગફળી લઈને આવી રહ્યા છે તેમાં ભાવ પણ 400 રૂપિયા જેટલો ઓછો મળી રહ્યો છે એટલે કે અત્યારે તો ખેડૂતો અને માર્કેટયાર્ડ સંચાલકોમાં મોટું નુકસાન સામે આવી રહી છે.