Banaskantha News: જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને હાર્ટ એટેક, પાલનપુર હોસ્પિટલમાં દાખલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠા રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાને અચાનક હાર્ટ એટેક આવ્યો છે. તબિયત બગડતા જ તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાજપના પ્રમુખની તબિયત લથડવાના સમાચાર વાયુવેગે પ્રસરતા રાજકીય વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પાલનપુરની હોસ્પિટલમાં સારવાર શરૂ, તબિયતમાં સુધારો
હાર્ટ એટેકની ઘટના બાદ કીર્તિસિંહ વાઘેલાને પાલનપુરની હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા સમયસર સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તબીબોના જણાવ્યા મુજબ, હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેનાથી સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે.

બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ચિંતાનો મોજું
બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષને હાર્ટ એટેક આવ્યાના સમાચાર મળતા જ બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભાજપના અનેક સ્થાનિક નેતાઓ અને સમર્થકો તેમની ખબરઅંતર પૂછવા માટે પાલનપુરની હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે, અને તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો - Banaskantha News: વડગામના નગાણા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

