Ahmedabadના રાયપુરમાંથી પોલીસે રૂ.2.77 લાખના MD ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશનો તસ્કર ઝડપાયો

Sep 12, 2026 - 01:00
Ahmedabadના રાયપુરમાંથી પોલીસે રૂ.2.77 લાખના MD ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશનો તસ્કર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. LCB ઝોન-6 અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડો પાડીને નશાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાયપુર વિસ્તારમાં આવેલા પારેખ ટાવરની પાછળ પાર્કિંગમાંથી 92.600 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા એમડી ડ્રગ્સની કિંમત અંદાજે રૂપિયા 2,77,800 હોવાનું સામે આવ્યું છે.

મધ્યપ્રદેશનો આરોપી આદિલખાન મેવાતી પકડાયો 

પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડીને સ્થળ પરથી આદિલખાન સજાદખાન મેવાતી નામના આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આદિલખાન મૂળ મધ્યપ્રદેશના મંદસૌરનો રહેવાસી છે અને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ ઉપરાંત એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન તથા રૂપિયા 720ની રોકડ રકમ પણ કબ્જે કરી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ 

આ ગંભીર મામલે કાગડાપીઠ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરી છે. આદિલખાન મધ્યપ્રદેશથી આટલો મોટો ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને અમદાવાદમાં કોને-કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી શહેરમાં ડ્રગ્સ સપ્લાય કરનારી અન્ય ગેંગોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0