Banaskantha: માટી ભરેલું ડમ્પર અચાનક પલટ્યુ, 4 લોકોના કમકમાટી ભર્યા મોત
બનાસકાંઠામાં અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. બનાસકાંઠાના થરાદના ખેંગારપુરા નજીકની રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર અચાનક પલટી ખાઈ ગયું છે, ડમ્પર પલટી ખાઈ જવાના કારણે 4 લોકોના મોત થયા છે. માટી ભરેલું ડમ્પર પલટીને નાળામાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડ્યું અને ઘટના સ્થળે જ 4 મજૂરના મોત થયા છે.નાળામાં કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટ્યું ખેંગારપુરા નજીક માટી ભરેલું ડમ્પર પલટવાની ઘટનામાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને એક બાળક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં મૃતકોના મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ થરાદ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરશે અને જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 4 મજૂરોના મોત બાદ ગામમાં માતમ છવાયો છે અને પરિવારજનો પર દુ:ખનો પહાડ તુટી પડ્યો છે. સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકની ધરપકડ તમને જણાવી દઈએ કે સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રિંગ રોડ પર અકસ્માતમાં બે ભાઈઓના મોત થયા હતા. ત્યારે કાર ચાલક જૈમિષ ભીંગરાડિયા સહિત 3 લોકો ફરાર થઈ ગયા હતા, કારમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ હતા. અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને નશાકારક પદાર્થના સેવન અંગે પણ પોલીસ તપાસ થશે. હાલમાં આ સમગ્ર મામલે લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![Banaskantha: માટી ભરેલું ડમ્પર અચાનક પલટ્યુ, 4 લોકોના કમકમાટી ભર્યા મોત](https://epapercdn.sandesh.com/images/2025/02/08/Xm5KVjoddL4A419Z4ugEykIesFhrX5kKMY3UuP7B.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠામાં અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. બનાસકાંઠાના થરાદના ખેંગારપુરા નજીકની રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર અચાનક પલટી ખાઈ ગયું છે, ડમ્પર પલટી ખાઈ જવાના કારણે 4 લોકોના મોત થયા છે. માટી ભરેલું ડમ્પર પલટીને નાળામાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડ્યું અને ઘટના સ્થળે જ 4 મજૂરના મોત થયા છે.
નાળામાં કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટ્યું
ખેંગારપુરા નજીક માટી ભરેલું ડમ્પર પલટવાની ઘટનામાં 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને એક બાળક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલમાં મૃતકોના મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ થરાદ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરશે અને જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે 4 મજૂરોના મોત બાદ ગામમાં માતમ છવાયો છે અને પરિવારજનો પર દુ:ખનો પહાડ તુટી પડ્યો છે.
સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકની ધરપકડ
તમને જણાવી દઈએ કે સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રિંગ રોડ પર અકસ્માતમાં બે ભાઈઓના મોત થયા હતા. ત્યારે કાર ચાલક જૈમિષ ભીંગરાડિયા સહિત 3 લોકો ફરાર થઈ ગયા હતા, કારમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ હતા. અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને નશાકારક પદાર્થના સેવન અંગે પણ પોલીસ તપાસ થશે. હાલમાં આ સમગ્ર મામલે લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.