Banaskantha: મસાલી બન્યું દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ

રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યૂચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં છે. જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઊર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દૃષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે.119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફ્ટોપ લગાવવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ, યુ.જી.વી.સી.એલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો. જેમાં પી.એમ.સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ સી.એસ.આર થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે. 17 ગામોમાં પ્રોજેક્ટનું અમલીકરણ બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 06 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે.આ અંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ જણાવ્યુ હતું કે, બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે કે, રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ સુઈગામના મસાલીને મળ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 1 કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે ત્યારે જિલ્લાના આંતરાષ્ટ્રિય સરહદને અડીને આવેલા 17 જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે જે કામગીરી પ્રગતિ હેઠળ છે. લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્ર સાર્થક કરવા કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ.સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ 1 કિલો વોટ થી 2 કિલો વોટ સુધી 30,000 અને 2 કિલો વોટ થી 3 કિલો વોટ સુધી રૂ. 18000 તથા 3 કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂ.78000 સુધીની સબસિડી આપવામાં આવે છે. માધપુરા મસાલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. હવે અમને લાઇટબીલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે.

Banaskantha: મસાલી બન્યું દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યૂચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં છે. જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઈલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઊર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દૃષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્નો કર્યા છે.


119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે

કુલ 800ની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે. ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફ્ટોપ લગાવવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગ, યુ.જી.વી.સી.એલ, બેંક અને સોલાર કંપનીના સહયોગથી 1 કરોડ 16 લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો. જેમાં પી.એમ.સૂર્યઘર યોજના અંતર્ગત 59.81 લાખની સબસિડી, 20.52 લાખ રૂપિયાનો લોકફાળો અને 35.67 લાખ સી.એસ.આર થકી પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. આજે અહીં 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે.


17 ગામોમાં પ્રોજેક્ટનું અમલીકરણ

બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 06 કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે.આ અંગે જિલ્લા કલેકટર મિહિર પટેલ જણાવ્યુ હતું કે, બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે કે, રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું બિરુદ સુઈગામના મસાલીને મળ્યું છે. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 1 કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે ત્યારે જિલ્લાના આંતરાષ્ટ્રિય સરહદને અડીને આવેલા 17 જેટલા ગામડાઓમાં આ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે જે કામગીરી પ્રગતિ હેઠળ છે.


લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ

દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્ર સાર્થક કરવા કેન્દ્ર સરકાર દ્વારા પી.એમ.સૂર્ય ઘર વીજળી યોજના હેઠળ 1 કિલો વોટ થી 2 કિલો વોટ સુધી 30,000 અને 2 કિલો વોટ થી 3 કિલો વોટ સુધી રૂ. 18000 તથા 3 કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂ.78000 સુધીની સબસિડી આપવામાં આવે છે. માધપુરા મસાલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, સોલાર થકી ગામમાં વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. હવે અમને લાઇટબીલ ભરવામાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે.