Banaskantha: પાલનપુરમાં ધોધમાર વરસાદ, થરાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ

Oct 6, 2025 - 17:30
Banaskantha: પાલનપુરમાં ધોધમાર વરસાદ, થરાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લામાં લાંબા સમયના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને બફારાથી રાહત મળી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.


પાલનપુરમાં ધોધમાર વરસાદ

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં સાંજે વાતાવરણ પલટાયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ગરમી અને બફારાથી કંટાળેલા લોકોને મોટી રાહત મળી હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું.


થરાદમાં સામાન્ય વરસાદમાં હાલાકી

બીજી તરફ, થરાદ શહેરમાં માત્ર સામાન્ય વરસાદ થવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરની આશાપુરા સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ફોરલેન હાઇવે પરનું પાણી સોસાયટીમાં ઘૂસી જતાં આ સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે.


જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ

પાલનપુર અને થરાદ ઉપરાંત બનાસકાંઠાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. કાંકરેજ સહિત ઓગડ પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. શિહોરી સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. આકોલી, થરા, ઉંબરી અને રતનપુરા સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદની શરૂઆત થતાં ખેડૂતો અને સામાન્ય જનતામાં રાહતની લાગણી પ્રસરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0