Banaskantha: ધોધમાર વરસાદ આવતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાયા

વડગામ અને પીલુચા NH38 પર ભરાયા પાણી કેડ સમા પાણીથી વાહનચાલકો મુશ્કેલીમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી મુશ્કેલીઓ વધી બનાસકાંઠામાં ધોધમાર વરસાદ આવતા નેશનલ હાઇવે 38 પર વરસાદી પાણી ભરાયા છે. જેમાં વડગામ અને પીલુચા પાસેના નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. કેડ સમા પાણીથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી મુશ્કેલીઓ વધી છે.  પિલુચાથી નગાણા આવવા માટેનો હાઇવેનો રસ્તો બંધ થાય તેવી સ્થિતિમાં વડગામ અને પીલુચા નેશનલ હાઇવે પર પિલુચાથી નગાણા આવવા માટેનો હાઇવેનો રસ્તો બંધ થાય તેવી સ્થિતિમાં છે. આજે વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસાદ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે સૌથી વધુ ભાભરમાં 1.1 ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 182 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વરસાદી પાણી ભરાતા નદીઓ વહેતી હોઈ એવા દર્શ્યો જોવા મળ્યા બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ભાભરમાં 1.1 ઈંચ, થરાદમાં 1 ઈંચ, વાવમાં 20 મીમી, દિયોદરમાં 17 મીમી, લાખણીમાં 16 મીમી, ધાનેરામાં 13 મીમી, સુઈગામમાં 10 મીમી, ડીસામાં 4 મીમી અને કાંકરેજમાં 1 મીમી વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના અમીરગઢમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. જેમાં અમીરગઢના બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. તાલુકાના તમામ ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. અમીરગઢમાં મોડામોડા સીઝજનો પ્રથમ વરસાદ જામતા લોકોમાં ખુશી છે. અમીરગઢ બજારોમાં વરસાદી પાણી ભરાતા નદીઓ વહેતી હોઈ એવા દર્શ્યો જોવા મળ્યા છે.

Banaskantha: ધોધમાર વરસાદ આવતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડગામ અને પીલુચા NH38 પર ભરાયા પાણી
  • કેડ સમા પાણીથી વાહનચાલકો મુશ્કેલીમાં
  • 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી મુશ્કેલીઓ વધી

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ આવતા નેશનલ હાઇવે 38 પર વરસાદી પાણી ભરાયા છે. જેમાં વડગામ અને પીલુચા પાસેના નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. કેડ સમા પાણીથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી મુશ્કેલીઓ વધી છે.

 પિલુચાથી નગાણા આવવા માટેનો હાઇવેનો રસ્તો બંધ થાય તેવી સ્થિતિમાં

વડગામ અને પીલુચા નેશનલ હાઇવે પર પિલુચાથી નગાણા આવવા માટેનો હાઇવેનો રસ્તો બંધ થાય તેવી સ્થિતિમાં છે. આજે વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસાદ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આજે સૌથી વધુ ભાભરમાં 1.1 ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 182 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

વરસાદી પાણી ભરાતા નદીઓ વહેતી હોઈ એવા દર્શ્યો જોવા મળ્યા

બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ભાભરમાં 1.1 ઈંચ, થરાદમાં 1 ઈંચ, વાવમાં 20 મીમી, દિયોદરમાં 17 મીમી, લાખણીમાં 16 મીમી, ધાનેરામાં 13 મીમી, સુઈગામમાં 10 મીમી, ડીસામાં 4 મીમી અને કાંકરેજમાં 1 મીમી વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના અમીરગઢમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. જેમાં અમીરગઢના બજારોમાં વરસાદી પાણી ભરાયા છે. તાલુકાના તમામ ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. અમીરગઢમાં મોડામોડા સીઝજનો પ્રથમ વરસાદ જામતા લોકોમાં ખુશી છે. અમીરગઢ બજારોમાં વરસાદી પાણી ભરાતા નદીઓ વહેતી હોઈ એવા દર્શ્યો જોવા મળ્યા છે.