વઢવાણમાં પાંચ જુગારી 1.46 લાખની રોકડ સાથે ઝડપાયા
- 1.96 લાખની મત્તા જપ્ત - મહેશ્વરી કોલોનીના મકાનમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો સુરેન્દ્રનગર : વઢવાણના ૬૦ ફૂટ રોડ પર આવેલી મહેશ્વરી કોલોનીમાં મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સોને બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૃ.૧.૪૬ લાખ રોકડ સહિત રૃ.૧.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. જ્યારે ઝડપાયેલા શખ્સો રાજકીય આગેવાનોના સંબંધી હોવાની ચર્ચા ઉઠી છે. વઢવાણના ૬૦ ફૂટ રોડ પર આવેલી મહેશ્વરી કોલોની અલ્કાપુરી વિસ્તારમાં રહેતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા પોતાના મકાનમાં બહારથી શખ્સો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી બી-ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા, હિતેષભાઈ તારાચંદભાઈ કૈલા, સુરેશભાઈ મદનભાઈ ભુતડા (ત્રણેય રહે. ૬૦ ફૂટ રોડ, મહેશ્વરી કોલોની), અરવિંદભાઈ મદનભાઈ ભુતડા અને હેમંતભાઈ શંકરભાઈ કૈલા (બંને રહે. ૬૦ ફૂટ રોડ, રાજીવ સોસાયટી)ને ઝડપી પાડયા હતા. પોલીસે રોકડ રૃ. ૧,૪૬,૪૫૦, ૩-મોબાઈલ સહિત કુલ રૃ. ૧,૯૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. ત્યારે ઝડપાયેલા શખ્સો રાજકીય આગેવાનના સ્નેહીજનો અને કુટુંબી હોવાનું તેમજ ઝડપાયેલા શખ્સોને બચાવવા મોડી રાત સુધી રાજકીય હોદ્દેદારો અને આગેવાનોએ લાગવગ લગાડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 1.96 લાખની મત્તા જપ્ત
- મહેશ્વરી કોલોનીના મકાનમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો
સુરેન્દ્રનગર : વઢવાણના ૬૦ ફૂટ રોડ પર આવેલી મહેશ્વરી કોલોનીમાં મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સોને બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૃ.૧.૪૬ લાખ રોકડ સહિત રૃ.૧.૯૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. જ્યારે ઝડપાયેલા શખ્સો રાજકીય આગેવાનોના સંબંધી હોવાની ચર્ચા ઉઠી છે.
વઢવાણના ૬૦ ફૂટ રોડ પર આવેલી મહેશ્વરી કોલોની અલ્કાપુરી વિસ્તારમાં રહેતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા પોતાના મકાનમાં બહારથી શખ્સો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી બી-ડિવિઝન પોલીસને મળી હતી.
જેના આધારે પોલીસે દરોડો કરી જુગાર રમતા ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા, હિતેષભાઈ તારાચંદભાઈ કૈલા, સુરેશભાઈ મદનભાઈ ભુતડા (ત્રણેય રહે. ૬૦ ફૂટ રોડ, મહેશ્વરી કોલોની), અરવિંદભાઈ મદનભાઈ ભુતડા અને હેમંતભાઈ શંકરભાઈ કૈલા (બંને રહે. ૬૦ ફૂટ રોડ, રાજીવ સોસાયટી)ને ઝડપી પાડયા હતા.
પોલીસે રોકડ રૃ. ૧,૪૬,૪૫૦, ૩-મોબાઈલ સહિત કુલ રૃ. ૧,૯૬,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. ત્યારે ઝડપાયેલા શખ્સો રાજકીય આગેવાનના સ્નેહીજનો અને કુટુંબી હોવાનું તેમજ ઝડપાયેલા શખ્સોને બચાવવા મોડી રાત સુધી રાજકીય હોદ્દેદારો અને આગેવાનોએ લાગવગ લગાડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.