Banaskantha : અંબાજીમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પંહોચેલા કોંગ્રેસ નેતાઓનું ડીએસપી સાથે ઘર્ષણ
બનાસકાંઠામાં અંબાજી ખાતે કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પંહોચ્યા. આવતીકાલે અંબાજીમાં પરિક્રમા મહોત્સવ છે તેના એક દિવસ અગાઉ કોંગ્રેસ નેતાઓ રબારીવાસની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો. દરમ્યાન ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડા વચ્ચે ઘર્ષણ થયાનો મામલો સામે આવ્યો.અંબાજીમાં MLA અને DSP વચ્ચે શાબ્દિક ઘર્ષણ અસરગ્રસ્તોની મુલાકાત સમયે ઘર્ષણનો બનાવ કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કાંતિ ખરાડી,ગેનીબેન ઠાકોર,લાલજી દેસાઈ મુલાકાતે પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાMLA અને DSP વચ્ચે શાબ્દિક ઘર્ષણકોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ સહિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અંબાજી ખાતે અસરગ્રસ્તોની વાત સાંભળવા આવ્યુ હતું. કોંગ્રેસ નેતાઓ અંબાજીમાં આવતા પોલીસનો કાફલો પણ ત્યાં પંહોચી ગયો. રબારીવાસના લોકો સાથે કોંગ્રેસ નેતાઓ વાત કરી રહ્યા હતા દરમ્યાન કોઈ બાબતને લઈને DSP વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી અગાઉ પણ જિલ્લા પોલીસ વડા ઉપર આરોપ લગાવી ચૂક્યા છે. કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ દરમ્યાન ધારાસભ્ય દ્વારા ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો.ધારાસભ્યે કહ્યું હતું કે અસરગ્રસ્તોની વ્યવસ્થા ન થાય તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં નહીં આવવા દઈએ..અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કોંગ્રેસ નેતાઓમહત્વનું છે કે અંબાજીમાં કોરિડોર ડેવલપમેન્ટને લઈને તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશન કામગીરી દરમ્યાન 89 જેટલા મકાનો તોડી પડાયા. ડિમોલિશનમાં રબારી ગોળીયા વિસ્તારના દબાણોને દૂર કરાતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ડિમોલિશનની કામગીરીને લઇ લોકોના ધર સામાન ન લેવા દેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો. ભોગ બનનારાએ વૈકલ્પિક વ્યસ્થાની માંગ કરી હતી. કોંગ્રેસ નેતાઓ ડિમોલિશન કામગીરીમાં ભોગ બનેલા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પંહોચ્યા હતા. અને લોકો સાથે તેમની સમસ્યાને લઈને વાત કરતાં હતા ત્યારે DSP સાથે શાબ્દિક ઘર્ષણ થયું. અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવશક્તિપીઠ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી દરમ્યાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા મહોત્સવમાં ભક્તો ગબ્બર પર્વત પર થતી નમામિ અંબે આરતી સહિત મહાઆરતીનો લાભ મેળવે છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે.
![Banaskantha : અંબાજીમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પંહોચેલા કોંગ્રેસ નેતાઓનું ડીએસપી સાથે ઘર્ષણ](https://epapercdn.sandesh.com/images/2025/02/08/si8PD4RY4exBToUbHi8uLJ53V52mp6EnoASVdonN.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠામાં અંબાજી ખાતે કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પંહોચ્યા. આવતીકાલે અંબાજીમાં પરિક્રમા મહોત્સવ છે તેના એક દિવસ અગાઉ કોંગ્રેસ નેતાઓ રબારીવાસની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યા જાણવા પ્રયાસ કર્યો. દરમ્યાન ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડા વચ્ચે ઘર્ષણ થયાનો મામલો સામે આવ્યો.
- અંબાજીમાં MLA અને DSP વચ્ચે શાબ્દિક ઘર્ષણ
- અસરગ્રસ્તોની મુલાકાત સમયે ઘર્ષણનો બનાવ
- કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે
- કાંતિ ખરાડી,ગેનીબેન ઠાકોર,લાલજી દેસાઈ મુલાકાતે
- પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા
MLA અને DSP વચ્ચે શાબ્દિક ઘર્ષણ
કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ સહિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અંબાજી ખાતે અસરગ્રસ્તોની વાત સાંભળવા આવ્યુ હતું. કોંગ્રેસ નેતાઓ અંબાજીમાં આવતા પોલીસનો કાફલો પણ ત્યાં પંહોચી ગયો. રબારીવાસના લોકો સાથે કોંગ્રેસ નેતાઓ વાત કરી રહ્યા હતા દરમ્યાન કોઈ બાબતને લઈને DSP વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું. દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી અગાઉ પણ જિલ્લા પોલીસ વડા ઉપર આરોપ લગાવી ચૂક્યા છે. કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ દરમ્યાન ધારાસભ્ય દ્વારા ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો.ધારાસભ્યે કહ્યું હતું કે અસરગ્રસ્તોની વ્યવસ્થા ન થાય તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં નહીં આવવા દઈએ..
અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કોંગ્રેસ નેતાઓ
મહત્વનું છે કે અંબાજીમાં કોરિડોર ડેવલપમેન્ટને લઈને તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશન કામગીરી દરમ્યાન 89 જેટલા મકાનો તોડી પડાયા. ડિમોલિશનમાં રબારી ગોળીયા વિસ્તારના દબાણોને દૂર કરાતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ડિમોલિશનની કામગીરીને લઇ લોકોના ધર સામાન ન લેવા દેતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો. ભોગ બનનારાએ વૈકલ્પિક વ્યસ્થાની માંગ કરી હતી. કોંગ્રેસ નેતાઓ ડિમોલિશન કામગીરીમાં ભોગ બનેલા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પંહોચ્યા હતા. અને લોકો સાથે તેમની સમસ્યાને લઈને વાત કરતાં હતા ત્યારે DSP સાથે શાબ્દિક ઘર્ષણ થયું.
અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ
શક્તિપીઠ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી દરમ્યાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા મહોત્સવમાં ભક્તો ગબ્બર પર્વત પર થતી નમામિ અંબે આરતી સહિત મહાઆરતીનો લાભ મેળવે છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે.