Banaskanthaમાં જિલ્લા વહીવટી તંત્ર 51 શક્તિપીઠની પરિક્રમા યાત્રામાં જોડાયું
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫ના છેલ્લા દિવસે જિલ્લા કલેકટરમિહિર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા. ત્રણ દિવસીય યોજાઈ હતી પરિક્રમા અહી નોંધનીય છે કે, મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ તિથિ એમ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શન સહિત ૫૧ શકિતપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેકટર સહિત અધિકારીઓએ ૫૧ શકિતપીઠના દર્શન કરીને પૂજા - અર્ચના કરી હતી. જિલ્લા કલેકટર અને અધિકારીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો હતો. આ સાથે ધજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા તથા ભજન કીર્તનમાં સહભાગી બનીને દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.આ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લાના વર્ગ ૧/૨ ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
![Banaskanthaમાં જિલ્લા વહીવટી તંત્ર 51 શક્તિપીઠની પરિક્રમા યાત્રામાં જોડાયું](https://epapercdn.sandesh.com/images/2025/02/12/3AbOPp3zYxYY7XZA4dm0DO6adDCaWaYvmq53bzCH.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫ના છેલ્લા દિવસે જિલ્લા કલેકટરમિહિર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા.
ત્રણ દિવસીય યોજાઈ હતી પરિક્રમા
અહી નોંધનીય છે કે, મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ તિથિ એમ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શન સહિત ૫૧ શકિતપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેકટર સહિત અધિકારીઓએ ૫૧ શકિતપીઠના દર્શન કરીને પૂજા - અર્ચના કરી હતી. જિલ્લા કલેકટર અને અધિકારીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો હતો. આ સાથે ધજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા તથા ભજન કીર્તનમાં સહભાગી બનીને દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.આ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લાના વર્ગ ૧/૨ ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.