Banaskanthaના ધાનેરમાં વરસાદે બોલાવી રમઝટ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે,મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ધાનેરા-ડીસા રોડ પર વરસાદી પાણી ભરાયા છે.મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેના કારણે ધાનેરાનો હિંગળાજ નગર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. બજારોમાં ભરાયા પાણી ધાનેરામાં વરસાદ વરસવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,ધાનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી ઉઘાડી પડી હતી.ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ધાનેરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.એક તરફ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમકે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. ગુજરાતમાં 34 તાલુકામાં વરસાદ ગુજરાતમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ધનસુરામાં 2 ઇંચ, મહેસાણામાં 1.5 ઇંચ વરસાદ,શહેરામાં 1 ઇંચ, વાલિયામાં 1 ઇંચ,પ્રાંતિજ, ધાનેરા, સિધ્ધપુર,તળાજા, ઊંઝા, સોનગઢ, ચીખલીમાં વરસાદ નોંધાયો છે,ખેડૂતોના પાકને જીવતદાન પણ મળ્યું છે,પરંતુ આખા ગુજરાતમાં હાલ કોઈ જગ્યાએ ભારે વરસાદ વરસ્યો નથી. રાજયમાં આ જગ્યાએ વરસાદની આગાહી રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે. તથા ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી તેમજ અમદાવાદ, ખેડા, આણંદમાં યલો એલર્ટ છે.

Banaskanthaના ધાનેરમાં વરસાદે બોલાવી રમઝટ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે,મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ધાનેરા-ડીસા રોડ પર વરસાદી પાણી ભરાયા છે.મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેના કારણે ધાનેરાનો હિંગળાજ નગર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો.

બજારોમાં ભરાયા પાણી

ધાનેરામાં વરસાદ વરસવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી,ધાનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી ઉઘાડી પડી હતી.ધાનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.ધાનેરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.એક તરફ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કેમકે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.


ગુજરાતમાં 34 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં સવારે 6 થી 8 વાગ્યા સુધી 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ધનસુરામાં 2 ઇંચ, મહેસાણામાં 1.5 ઇંચ વરસાદ,શહેરામાં 1 ઇંચ, વાલિયામાં 1 ઇંચ,પ્રાંતિજ, ધાનેરા, સિધ્ધપુર,તળાજા, ઊંઝા, સોનગઢ, ચીખલીમાં વરસાદ નોંધાયો છે,ખેડૂતોના પાકને જીવતદાન પણ મળ્યું છે,પરંતુ આખા ગુજરાતમાં હાલ કોઈ જગ્યાએ ભારે વરસાદ વરસ્યો નથી.

રાજયમાં આ જગ્યાએ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે. તથા ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી તેમજ અમદાવાદ, ખેડા, આણંદમાં યલો એલર્ટ છે.