Banaskanthaના ડીસામાં બનશે સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, વન વિભાગે આપી મંજૂરી

ઉત્તર ગુજરાતના સ્થાનિકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં બનાસકાંઠાના ડીસામાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે,જેને લઈ વન વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે,450 વિઘામાં બનશે પ્રાણી સંગ્રહાલય અને સફારી બનાવવામાં આવશે જેના નિર્માણને લઈ મંજૂરી આપવામાં આવી છે,સાથે સાથે મહત્વની વાત તો એ છે કે,ડીસામાં કઈ જગ્યાએ બનાવવામાં આવશે તેને લઈ કોઈ સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી. 300 કરોડના ખર્ચે તૈયાર કરાશે પ્રાણી સંગ્રહાલય આ પ્રાણી સંગ્રહાલયની વાત કરવામાં આવે તો ધારાસભ્ય પ્રવીણ માળીએ આ બાબતને લઈ અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી,તો 300 કરોડના ખર્ચે આ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે અને 450 વિઘામાં બનશે,ઉત્તર ગુજરાતના લોકોને ફરવા માટે એક નવુ નજરાણું ઉમેરાશે.ટુરિઝમ સર્કિટમાં ઝુઓલોજીક પાર્કનો પણ સમાવેશ કરવામાં આવશે,સાથે સાથે કન્ઝર્વેશન, રિસર્ચ માટે ગુજરાત હબ બનશે. બનાસવાસીઓમાં ખુશીનો માહોલ અંબાજીથી લઈને જેસોર રિંછ અભ્યારણથી છેક નડાબેટ બોર્ડરનો વિકાસ થવા જઈ રહ્યો છે. તેમ પણ હવે તો ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનવાનું છે અને તે પણ રાજ્યનું સૌથી મોટું તથા જેની વિશ્વકક્ષાએ નોંધ લઈ શકાય તેવું પ્રાણી સંગ્રહાલય 300 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે.આ તરફ હવે PM મોદીના માર્ગદર્શનમાં અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતને નવી ભેટ મળી છે. સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ઝરખનો ઉછેર  જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહના બ્રિડિંગ સેન્ટર માટે ખૂબ જ પ્રચલિત છે. અહીં જન્મ લેનાર સિંહના અનેક બચ્ચાઓ આજે ભારત સહિત વિશ્વના ઘણા ખરા પ્રાણી સંગ્રહાલયોમાં ડણક કરી રહ્યા છે. પરંતુ જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય મૂળના ઝરખનું પણ સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. પાછલા ચાર પાંચ વર્ષમાં અહીં 10 કરતાં વધુ ઝરખના જન્મેલા બચ્ચાંનો ઉછેર કરીને તેને આંબરડી સફારી પાર્ક અને જયપુર ઝુમાં મોકલવામાં આવ્યા છે.

Banaskanthaના ડીસામાં બનશે સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, વન વિભાગે આપી મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તર ગુજરાતના સ્થાનિકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં બનાસકાંઠાના ડીસામાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે,જેને લઈ વન વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે,450 વિઘામાં બનશે પ્રાણી સંગ્રહાલય અને સફારી બનાવવામાં આવશે જેના નિર્માણને લઈ મંજૂરી આપવામાં આવી છે,સાથે સાથે મહત્વની વાત તો એ છે કે,ડીસામાં કઈ જગ્યાએ બનાવવામાં આવશે તેને લઈ કોઈ સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી.

300 કરોડના ખર્ચે તૈયાર કરાશે પ્રાણી સંગ્રહાલય

આ પ્રાણી સંગ્રહાલયની વાત કરવામાં આવે તો ધારાસભ્ય પ્રવીણ માળીએ આ બાબતને લઈ અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી,તો 300 કરોડના ખર્ચે આ પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવશે અને 450 વિઘામાં બનશે,ઉત્તર ગુજરાતના લોકોને ફરવા માટે એક નવુ નજરાણું ઉમેરાશે.ટુરિઝમ સર્કિટમાં ઝુઓલોજીક પાર્કનો પણ સમાવેશ કરવામાં આવશે,સાથે સાથે કન્ઝર્વેશન, રિસર્ચ માટે ગુજરાત હબ બનશે.

બનાસવાસીઓમાં ખુશીનો માહોલ

અંબાજીથી લઈને જેસોર રિંછ અભ્યારણથી છેક નડાબેટ બોર્ડરનો વિકાસ થવા જઈ રહ્યો છે. તેમ પણ હવે તો ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનવાનું છે અને તે પણ રાજ્યનું સૌથી મોટું તથા જેની વિશ્વકક્ષાએ નોંધ લઈ શકાય તેવું પ્રાણી સંગ્રહાલય 300 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે.આ તરફ હવે PM મોદીના માર્ગદર્શનમાં અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતને નવી ભેટ મળી છે.

સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ઝરખનો ઉછેર

 જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહના બ્રિડિંગ સેન્ટર માટે ખૂબ જ પ્રચલિત છે. અહીં જન્મ લેનાર સિંહના અનેક બચ્ચાઓ આજે ભારત સહિત વિશ્વના ઘણા ખરા પ્રાણી સંગ્રહાલયોમાં ડણક કરી રહ્યા છે. પરંતુ જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભારતીય મૂળના ઝરખનું પણ સફળતાપૂર્વક સંવર્ધન થઈ રહ્યું છે. પાછલા ચાર પાંચ વર્ષમાં અહીં 10 કરતાં વધુ ઝરખના જન્મેલા બચ્ચાંનો ઉછેર કરીને તેને આંબરડી સફારી પાર્ક અને જયપુર ઝુમાં મોકલવામાં આવ્યા છે.