Ayodhya Deepotsav 2026 Live : અયોધ્યામાં દીપોત્સવ શરૂ, સીએમ યોગીએ કહ્યું - ભગવાન રામ ભારતનું પ્રાણ છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવની ઉજવણી થઈ રહી છે. ભગવાન સૂર્યાસ્ત થતાં જ સરયૂ નદીના કિનારે આવેલા 56 ઘાટ પર અંદાજે 30 લાખ દીવડાં પ્રગટાવવામાં આવશે. રામ કી પૈડી સહિત સમગ્ર રામનગરી દીવડાંની રોશનીથી ઝળહળી ઊઠશે. આ ભવ્ય આયોજન નિહાળવા માટે વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચ્યા છે.
પળેપળની માહિતી માટે આ પેજ સતત રિફ્રેશ કરતા રહો
અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો પ્રારંભ, CM યોગીએ કર્યું સંબોધન
દિવાળીના પર્વે રામનગરી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આજે અયોધ્યા ત્રેતાયુગની યાદ અપાવતી જીવંત નગરી બની છે. તેમણે કહ્યું કે એક સમયે જે અયોધ્યામાં ભગવાન શ્રીરામના નામે લાઠી અને ગોળીઓ ચાલતી હતી અને રામના નામ પર પ્રતિબંધ મૂકવાના પ્રયાસો થયા હતા, તે જ અયોધ્યા આજે નવી ભવ્યતા સાથે ઉજળી રહી છે.
અયોધ્યા આવનારા રામભક્તો પર ગોળી ચલાવનારાઓ પહેલાં માફી માંગે: CM યોગી
અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપતાં કહ્યું કે રામભક્તો પર ગોળી ચલાવનારા લોકો અયોધ્યા જરૂર આવે, પરંતુ અહીં આવતા પહેલાં એકવાર માફી માગીને જાય. તેમણે વધુમાં કહ્યું કે પ્રભુ શ્રીરામ તેમને માફ કરશે. યોગીના આ નિવેદનથી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. '
રામનગરીના ખૂણે-ખૂણે દીવડાંની રોશની
દીપોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સરયૂ ઘાટ, રામકથા ઘાટ અને રામ કી પૈડી સહિતના વિસ્તારોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીરામના વિજય અને અયોધ્યામાં આગમનના ઉત્સવને દીવડાં દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવશે.
ફૂલોથી શણગારાયું શ્રીરામ જન્મભૂમિ મંદિર
દીપોત્સવ પહેલાં શ્રીરામ જન્મભૂમિ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની આરતી કરી હતીસુરક્ષા માટે 20 ઝોન અને 53 સેક્ટર બનાવાયા
દીપોત્સવને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર આયોજન વિસ્તારને 20 ઝોન અને 53 સેક્ટરમાં વહેંચવામાં આવ્યો છે. સુરક્ષા માટે 20 અધિક પોલીસ અધિક્ષક, 45 નાયબ પોલીસ અધિક્ષક સહિત આશરે 6,000 પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે.પીએસી અને એટીએસની ટીમો પણ તૈનાત
સુરક્ષા વ્યવસ્થામાં પીએસીની 9 કંપનીઓ અને આરએએફની 3 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ એટીએસની 2 કમાન્ડો ટીમો પણ કાર્યક્રમની સુરક્ષામાં જોડાઈ છે. ભવ્ય આયોજન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

