ATS દ્વારા ખંભાત નજીકથી રૂ.૧૦૭ કરોડનું અલ્પ્રાઝોલમ ડ્રગ્સ જપ્ત કરાયું
અમદાવાદ,શુક્રવારગુજરાત એટીએસ દ્વારા આણંદ જિલ્લાના ખંભાત નજીક આવેલા નેજા ગામ નજીક આવેલી એક ફાર્મા કંપનીમાં દરોડો પાડીને રૂપિયા ૧૦૭ કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ડ્રગ્સનો ૧૦૭ કિલો જથ્થો જપ્ત કરીને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્દોરમાં રહેતા એક વ્યક્તિએ ખંભાતમાં ફેક્ટરી ધરાવતા લોકોેને અલ્પ્રાઝોલમ ડ્રગ્સ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી ટેબલેટ બનાવીને સમગ્ર દેશમાં સપ્લાય કરવામાં આવતી હતી. સુત્રોના જણાવ્યા મુજબ પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ડ્ગ્સનો સૌથી મોટો જથ્થો ગુજરાતમાં સૌ પ્રથમવાર જપ્ત કરાયો છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના ખંભાત નજીક આવેલા નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાપાયે ગેરકાયદે અલ્પ્રાઝોલમ ડ્રગ્સનો જથ્થો તૈયાર કરાયો છે. જે અજય જૈન નામના વ્યક્તિને મોકલવાનો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
ગુજરાત એટીએસ દ્વારા આણંદ જિલ્લાના ખંભાત નજીક આવેલા નેજા ગામ નજીક આવેલી એક ફાર્મા કંપનીમાં દરોડો પાડીને રૂપિયા ૧૦૭ કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ડ્રગ્સનો ૧૦૭ કિલો જથ્થો જપ્ત કરીને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્દોરમાં રહેતા એક વ્યક્તિએ ખંભાતમાં ફેક્ટરી ધરાવતા લોકોેને અલ્પ્રાઝોલમ ડ્રગ્સ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી ટેબલેટ બનાવીને સમગ્ર દેશમાં સપ્લાય કરવામાં આવતી હતી. સુત્રોના જણાવ્યા મુજબ પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ડ્ગ્સનો સૌથી મોટો જથ્થો ગુજરાતમાં સૌ પ્રથમવાર જપ્ત કરાયો છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે આણંદ જિલ્લાના ખંભાત નજીક આવેલા નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાપાયે ગેરકાયદે અલ્પ્રાઝોલમ ડ્રગ્સનો જથ્થો તૈયાર કરાયો છે. જે અજય જૈન નામના વ્યક્તિને મોકલવાનો છે.