Asian Gamesમાં ઝળકી ગુજરાતની દીકરી, હર્ષ સંઘવીના હસ્તે મળ્યું આટલા કરોડનું ઈનામ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એશિયન ગેમ્સ 2026માં રાઇફલ શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 2 સિલ્વર મેડલ જીતનાર ગુજરાતની પ્રતિભાશાળી ખેલાડી ઇલાવેનિલ વાલારિવાનનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ઇલાવેનિલને રૂ.1.33 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ઇલાવેનિલે રાઇફલ શૂટિંગમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.તેમણે Women's 10m Air Rifle Individual અને Women's 10m Air Rifle Team એમ 2 ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યા છે.નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા
ઇલાવેનિલની આ સિદ્ધિ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને જરૂરી તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરે છે ત્યારે તેની પાછળ ખેલાડીની મહેનતની સાથે માતા-પિતાનું પણ મહત્વપૂર્ણ યોગદાન હોય છે.

સંસ્કારધામથી એશિયન ગેમ્સ સુધીની સફર
ઇલાવેનિલ વાલારિવાન ગુજરાત સરકારની DLSS યોજના અંતર્ગત કાર્યરત સંસ્કારધામ સંકુલમાં અભ્યાસ કરી ચૂકી છે. આજે એશિયન ગેમ્સમાં 2 સિલ્વર મેડલ જીતીને તેમણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.ઇલાવેનિલની સફળતા રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. રમતગમત ક્ષેત્રે આગળ વધવા માગતા યુવાનો માટે તેમની સફર મહેનત, સતત અભ્યાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવાનું ઉદાહરણ બની છે.

સરકાર તરફથી અત્યાર સુધી કરોડોની સહાય
ઇલાવેનિલને રમતગમતમાં સતત સારું પ્રદર્શન કરવા માટે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક સહાય મળી છે. શક્તિદૂત યોજના અને ઓલિમ્પિક પ્રોત્સાહન હેઠળ કુલ રૂ. 1.33 કરોડની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત DLSS યોજના અને ખેલ મહાકુંભ જેવી યોજનાઓ હેઠળ રૂ. 74 લાખની સહાય આપવામાં આવી છે.આ રીતે રાજ્ય સરકાર તરફથી ઇલાવેનિલને કુલ રૂ. 2.41 કરોડની પ્રોત્સાહક સહાય આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

ઓલિમ્પિકથી વર્લ્ડ કપ સુધી શાનદાર કારકિર્દી
ઇલાવેનિલ વાલારિવાને 2020 ટોક્યો ઓલિમ્પિક અને 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2019માં રિયો ડી જેનેરો ખાતે યોજાયેલા ISSF વર્લ્ડ કપમાં તેમણે 251.7નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.આંતરરાષ્ટ્રીય સ્તરે સતત શાનદાર પ્રદર્શન બદલ ભારત સરકારે 2022માં તેમને પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા હતા.ઇલાવેનિલે જુનિયર વર્લ્ડ કપ, એશિયન એરગન ચેમ્પિયનશિપ, વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત માટે મેડલ જીત્યા છે. હવે એશિયન ગેમ્સ 2026માં 2 સિલ્વર મેડલ સાથે તેમણે પોતાની સિદ્ધિઓમાં વધુ એક મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે.
આ પણ વાંચો - Asian Games 2026 Medal Tally : ભારતના ખાતામાં 39 મેડલ,જાણો મેડલ ટેલીમાં ભારત કયા સ્થાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

