Asaram Rape Caseના સાક્ષીનો હત્યારો કર્ણાટકથી ઝડપાયો, તપાસના ચક્રો ગતિમાન
આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપી કર્ણાટકથી ઝડપાયો છે. રાજકોટમાં 10 વર્ષ પહેલા અમૃત પ્રજાપતિની હત્યા કરી હતી. રાજકોટ પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી આરોપીને પકડી પાડ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, અમૃત પ્રજાપતિ ઉપર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું.10 વર્ષ પહેલાં બની હતી હત્યાની ઘટનાઅમૃત પ્રજાપતિને ગળામાં અને માથામાં એવી રીતે ગોળી મારવામાં આવી હતી કે તેમની ઈજા જીવલેણ નીવડે. એ પછી અખિલ અને કૃપાલને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 0.12 બોરના દેશી બનાવટના તમંચા વડે પડખામાં એવી રીતે ગોળી મારવામાં આવી છે કે એક કે બે ગોળીથી જ કરોડરજ્જુ તૂટી જાય અને ઘાયલ ત્વરિત મોતને ભેટે. વડોદરામાં વસતા વૈદ્ય અમૃત પ્રજાપતિ લગભગ બે દાયકા જેટલાં સમયથી આસારામ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. આસારામ જ્યારે હજુ ગુજરાત પૂરતા જ લોકપ્રિય હતા ત્યારથી તેમના ચુસ્ત અનુયાયી ગણાતા પ્રજાપતિ વ્યવસાયે વૈદ્ય હોવાથી આસારામના સ્વાસ્થ્યની અંગત કાળજી લેવાની જવાબદારી પણ તેમની હતી.અમદાવાદ નજીકના મોટેરા આશ્રમમાં કિશોર વયના બે સાધકો દિપેશ-અભિષેકના શંકાસ્પદ અપમૃત્યુ પછી અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડયો અને પોતે નજરે જોયેલી, જાણેલી અને અનુભવેલી વિગતોનો જાહેરમાં હિંમતભેર પર્દાફાશ કરવા માંડયો.શું હતો મામલો? આસારામની સામે પડીને તેમનો જાહેરમાં ભાંડો ફોડનારા અમૃત પ્રજાપતિ પ્રથમ હતા. પ્રસાર માધ્યમોમાં ઈન્ટરવ્યૂ આપીને, ટીવી ચેનલ્સની ડિબેટમાં ભાગ લઈને તેમણે આસારામના અનેક કરતૂતો ઉજાગર કર્યા હતા. નારાયણ સાંઈ સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ દાખલ કર્યો તેમાં અમૃત પ્રજાપતિ સરકારી ગવાહ બનતાં નારાયણની મુશ્કેલીઓ વધી હતી. 23 મે, 2014ના દિવસે રાજકોટ ખાતે બે અજાણ્યા હુમલાખોરોએ રસ્તો પૂછવાના બહાને અમૃત પ્રજાપતિની સાવ નજીક ધસી જઈને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર ત્રણ ગોળીઓ છોડી. માથામાં, ગળામાં ગોળી વાગવાથી લોહી નીંગળતી હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા. જ્યાં સારવાર કારગત ન નીવડતા 17 દિવસ પછી તેમનું મોત નીપજ્યું.આસારામ જામીન પર બહાર બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપી કર્ણાટકથી ઝડપાયો છે. રાજકોટમાં 10 વર્ષ પહેલા અમૃત પ્રજાપતિની હત્યા કરી હતી. રાજકોટ પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી આરોપીને પકડી પાડ્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, અમૃત પ્રજાપતિ ઉપર અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું.
10 વર્ષ પહેલાં બની હતી હત્યાની ઘટના
અમૃત પ્રજાપતિને ગળામાં અને માથામાં એવી રીતે ગોળી મારવામાં આવી હતી કે તેમની ઈજા જીવલેણ નીવડે. એ પછી અખિલ અને કૃપાલને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 0.12 બોરના દેશી બનાવટના તમંચા વડે પડખામાં એવી રીતે ગોળી મારવામાં આવી છે કે એક કે બે ગોળીથી જ કરોડરજ્જુ તૂટી જાય અને ઘાયલ ત્વરિત મોતને ભેટે. વડોદરામાં વસતા વૈદ્ય અમૃત પ્રજાપતિ લગભગ બે દાયકા જેટલાં સમયથી આસારામ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. આસારામ જ્યારે હજુ ગુજરાત પૂરતા જ લોકપ્રિય હતા ત્યારથી તેમના ચુસ્ત અનુયાયી ગણાતા પ્રજાપતિ વ્યવસાયે વૈદ્ય હોવાથી આસારામના સ્વાસ્થ્યની અંગત કાળજી લેવાની જવાબદારી પણ તેમની હતી.
અમદાવાદ નજીકના મોટેરા આશ્રમમાં કિશોર વયના બે સાધકો દિપેશ-અભિષેકના શંકાસ્પદ અપમૃત્યુ પછી અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડયો અને પોતે નજરે જોયેલી, જાણેલી અને અનુભવેલી વિગતોનો જાહેરમાં હિંમતભેર પર્દાફાશ કરવા માંડયો.
શું હતો મામલો?
આસારામની સામે પડીને તેમનો જાહેરમાં ભાંડો ફોડનારા અમૃત પ્રજાપતિ પ્રથમ હતા. પ્રસાર માધ્યમોમાં ઈન્ટરવ્યૂ આપીને, ટીવી ચેનલ્સની ડિબેટમાં ભાગ લઈને તેમણે આસારામના અનેક કરતૂતો ઉજાગર કર્યા હતા. નારાયણ સાંઈ સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ દાખલ કર્યો તેમાં અમૃત પ્રજાપતિ સરકારી ગવાહ બનતાં નારાયણની મુશ્કેલીઓ વધી હતી. 23 મે, 2014ના દિવસે રાજકોટ ખાતે બે અજાણ્યા હુમલાખોરોએ રસ્તો પૂછવાના બહાને અમૃત પ્રજાપતિની સાવ નજીક ધસી જઈને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર ત્રણ ગોળીઓ છોડી. માથામાં, ગળામાં ગોળી વાગવાથી લોહી નીંગળતી હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા. જ્યાં સારવાર કારગત ન નીવડતા 17 દિવસ પછી તેમનું મોત નીપજ્યું.
આસારામ જામીન પર બહાર
બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને 2013માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. SCએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.