Asaram Bapu સામે પડેલા 400 વિરોધીઓનું હિટલિસ્ટ બનાવી હત્યાનો હતો પ્લાન !
આસારામ રેપ કેસના સાક્ષીની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો છે જેમાં આસારામ સામે પડેલા લોકોનું હિટલિસ્ટ બનાવ્યાનું ખૂલ્યુ હતુ આ તમામ વાતો પોલીસની તપાસમાં સામે આવી છે જેમાં રાજકોટમાં આરોપી કિશોર બોડકેની પૂછપરછમાં ખુલાસો થયો છે,400થી વધુ વિરોધીઓનું હિટલિસ્ટ બનાવી હત્યાનો હતો પ્લાન કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે 10 વર્ષ બાદ કિશોર બાલકૃષ્ણ બોડકેને ઝડપ્યો છે.આ સમગ્ર કેસમાં CID ક્રાઈમે 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથધરી છે.આરોપી કર્ણાટકના આસારામ આશ્રમમાં છુપાયો હતો વૈદ્ય અમૃત પ્રજાપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપી 10 વર્ષથી ફરાર હતો ત્યારે રાજકોટ પોલીસે આરોપીને વેશ પલટો કરીને ઝડપી પાડયો હતો તો આ કેસમાં હજુ 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.. કિશોર બોડકે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને કર્ણાટકમાં આશ્રમમાં સેવાદાર તરીકે રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આશ્રમ ખાતે સાધક બનીને પહોંચી હતી. તેમજ બે દિવસ સુધી આશ્રમમાં સાધક બનીને કિશોર બોડકેની હાજરી છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી.શું હતો મામલો? આસારામની સામે પડીને તેમનો જાહેરમાં ભાંડો ફોડનારા અમૃત પ્રજાપતિ પ્રથમ હતા. પ્રસાર માધ્યમોમાં ઈન્ટરવ્યૂ આપીને, ટીવી ચેનલ્સની ડિબેટમાં ભાગ લઈને તેમણે આસારામના અનેક કરતૂતો ઉજાગર કર્યા હતા. નારાયણ સાંઈ સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ દાખલ કર્યો તેમાં અમૃત પ્રજાપતિ સરકારી ગવાહ બનતાં નારાયણની મુશ્કેલીઓ વધી હતી. 23 મે, 2014ના દિવસે રાજકોટ ખાતે બે અજાણ્યા હુમલાખોરોએ રસ્તો પૂછવાના બહાને અમૃત પ્રજાપતિની સાવ નજીક ધસી જઈને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર ત્રણ ગોળીઓ છોડી. માથામાં, ગળામાં ગોળી વાગવાથી લોહી નીંગળતી હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા. જ્યાં સારવાર કારગત ન નીવડતા 17 દિવસ પછી તેમનું મોત નીપજ્યું. આરોપી કિશોર બોડકેનો ગુનાહિત ઇતિહાસ આરોપી કિશોર વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC 302 હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તેમજ સુરત શહેરના ઉમરા, અડાજણ, ખટોદર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2014માં હત્યાના પ્રયાસ, મારામારી સહિતના 3 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. શા માટે અમૃત પ્રજાપતિની હત્યા કરવામાં આવી હતી? અમદાવાદ ખાતે દીપેશ અને અભિષેકના શંકાસ્પદ મોત થતાં અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડ્યો હતો. ત્યાર બાદ તેણે આશ્રમમાં વર્ષોથી ચાલી રહેલી ગતિવિધિઓ અંગે મીડિયામાં તેમજ પોલીસને પોતાના સ્ટેટમેન્ટ આપ્યા હતા. આશારામ અને તેના પુત્ર વિરુદ્ધ જે ગુના અમદાવાદ, સુરત અને જોધપુર ખાતે દાખલ થયા હતા. તે તમામ કેસમાં અમૃત પ્રજાપતિએ પોલીસને સપોર્ટ કરતા પોતાના નિવેદન આપ્યા હતા. તેમજ જે તે કેસમાં સાક્ષી પણ બન્યો હતો. અમૃત પ્રજાપતીએ આસારામના આશ્રમમાં 10 વર્ષ સુધી વૈદ્ય તરીકે પણ સેવા આપી હતી. આશારામ થી છેડો ફાડ્યા બાદ તેણે વૈદ્ય તરીકે પેડક રોડ પર પોતાનું આયુર્વેદિક દવા બાબતેનું ક્લિનિક પણ શરૂ કર્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આસારામ રેપ કેસના સાક્ષીની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો છે જેમાં આસારામ સામે પડેલા લોકોનું હિટલિસ્ટ બનાવ્યાનું ખૂલ્યુ હતુ આ તમામ વાતો પોલીસની તપાસમાં સામે આવી છે જેમાં રાજકોટમાં આરોપી કિશોર બોડકેની પૂછપરછમાં ખુલાસો થયો છે,400થી વધુ વિરોધીઓનું હિટલિસ્ટ બનાવી હત્યાનો હતો પ્લાન કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે 10 વર્ષ બાદ કિશોર બાલકૃષ્ણ બોડકેને ઝડપ્યો છે.આ સમગ્ર કેસમાં CID ક્રાઈમે 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથધરી છે.
આરોપી કર્ણાટકના આસારામ આશ્રમમાં છુપાયો હતો
વૈદ્ય અમૃત પ્રજાપતિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપી 10 વર્ષથી ફરાર હતો ત્યારે રાજકોટ પોલીસે આરોપીને વેશ પલટો કરીને ઝડપી પાડયો હતો તો આ કેસમાં હજુ 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.. કિશોર બોડકે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને કર્ણાટકમાં આશ્રમમાં સેવાદાર તરીકે રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આશ્રમ ખાતે સાધક બનીને પહોંચી હતી. તેમજ બે દિવસ સુધી આશ્રમમાં સાધક બનીને કિશોર બોડકેની હાજરી છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી.
શું હતો મામલો?
આસારામની સામે પડીને તેમનો જાહેરમાં ભાંડો ફોડનારા અમૃત પ્રજાપતિ પ્રથમ હતા. પ્રસાર માધ્યમોમાં ઈન્ટરવ્યૂ આપીને, ટીવી ચેનલ્સની ડિબેટમાં ભાગ લઈને તેમણે આસારામના અનેક કરતૂતો ઉજાગર કર્યા હતા. નારાયણ સાંઈ સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ દાખલ કર્યો તેમાં અમૃત પ્રજાપતિ સરકારી ગવાહ બનતાં નારાયણની મુશ્કેલીઓ વધી હતી. 23 મે, 2014ના દિવસે રાજકોટ ખાતે બે અજાણ્યા હુમલાખોરોએ રસ્તો પૂછવાના બહાને અમૃત પ્રજાપતિની સાવ નજીક ધસી જઈને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર ત્રણ ગોળીઓ છોડી. માથામાં, ગળામાં ગોળી વાગવાથી લોહી નીંગળતી હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા. જ્યાં સારવાર કારગત ન નીવડતા 17 દિવસ પછી તેમનું મોત નીપજ્યું.
આરોપી કિશોર બોડકેનો ગુનાહિત ઇતિહાસ
આરોપી કિશોર વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC 302 હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તેમજ સુરત શહેરના ઉમરા, અડાજણ, ખટોદર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2014માં હત્યાના પ્રયાસ, મારામારી સહિતના 3 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે.
શા માટે અમૃત પ્રજાપતિની હત્યા કરવામાં આવી હતી?
અમદાવાદ ખાતે દીપેશ અને અભિષેકના શંકાસ્પદ મોત થતાં અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડ્યો હતો. ત્યાર બાદ તેણે આશ્રમમાં વર્ષોથી ચાલી રહેલી ગતિવિધિઓ અંગે મીડિયામાં તેમજ પોલીસને પોતાના સ્ટેટમેન્ટ આપ્યા હતા. આશારામ અને તેના પુત્ર વિરુદ્ધ જે ગુના અમદાવાદ, સુરત અને જોધપુર ખાતે દાખલ થયા હતા. તે તમામ કેસમાં અમૃત પ્રજાપતિએ પોલીસને સપોર્ટ કરતા પોતાના નિવેદન આપ્યા હતા. તેમજ જે તે કેસમાં સાક્ષી પણ બન્યો હતો. અમૃત પ્રજાપતીએ આસારામના આશ્રમમાં 10 વર્ષ સુધી વૈદ્ય તરીકે પણ સેવા આપી હતી. આશારામ થી છેડો ફાડ્યા બાદ તેણે વૈદ્ય તરીકે પેડક રોડ પર પોતાનું આયુર્વેદિક દવા બાબતેનું ક્લિનિક પણ શરૂ કર્યું હતું.