Arvalli: મેઘરજમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ભરાયા વરસાદી પાણી

અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ, આસપાસના ઘરોમાં ભરાયા વરસાદી પાણીપંચાલ રોડ પર ડુંગરનું પાણી ઉતર્યું પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી વાર વરસાદી માહોલ જામ્યો છે, આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે, ભારે વરસાદને પગલે આસપાસના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. સૌથી વધુ લુણાવાડામાં 4 ઈંચ જેટલો વરસાદ મેઘરજના કેથોલિક પાસે વરસાદી પાણી ભરાયા છે અને પંચાલ રોડ પર ડુંગરનું પાણી ઉતર્યુ છે, જેના કારણે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ લુણાવાડામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે મોડાસા, મેઘરજ અને ખાનપુર વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદની આગાહી ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે, સાથે સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી રાજ્યના ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, નર્મદા, સુરત, આણંદ, ગાંધીનગર, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને પગલે પાણીની મોટી આવક વરસાદને કારણે ગુજરાતના 45 જળાશયો પાણીથી છલકાયા છે અને હાલમાં હાઈએલર્ટ પર છે. સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુનો જળસંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 53.29 ટકા જળસંગ્રહ થયો છે. આ સિવયા અન્ય 7 જળાશય પણ 90થી 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યના 206 જળાશયોમાં 47.19 ટકાનો જળસંગ્રહ થયો છે. રાજ્યના 30 ડેમ 70થી 100 ટકા ભરાયા છે, ત્યારે રાજ્યના 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.

Arvalli: મેઘરજમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ભરાયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ, આસપાસના ઘરોમાં ભરાયા વરસાદી પાણી
  • પંચાલ રોડ પર ડુંગરનું પાણી ઉતર્યું
  • પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી

રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી વાર વરસાદી માહોલ જામ્યો છે, આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે, ભારે વરસાદને પગલે આસપાસના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે.

સૌથી વધુ લુણાવાડામાં 4 ઈંચ જેટલો વરસાદ

મેઘરજના કેથોલિક પાસે વરસાદી પાણી ભરાયા છે અને પંચાલ રોડ પર ડુંગરનું પાણી ઉતર્યુ છે, જેના કારણે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ લુણાવાડામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે મોડાસા, મેઘરજ અને ખાનપુર વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

અનેક વિસ્તારમાં વરસાદની આગાહી

ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે, સાથે સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી

રાજ્યના ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, નર્મદા, સુરત, આણંદ, ગાંધીનગર, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને પગલે પાણીની મોટી આવક

વરસાદને કારણે ગુજરાતના 45 જળાશયો પાણીથી છલકાયા છે અને હાલમાં હાઈએલર્ટ પર છે. સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુનો જળસંગ્રહ થયો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 53.29 ટકા જળસંગ્રહ થયો છે. આ સિવયા અન્ય 7 જળાશય પણ 90થી 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. રાજ્યના 206 જળાશયોમાં 47.19 ટકાનો જળસંગ્રહ થયો છે. રાજ્યના 30 ડેમ 70થી 100 ટકા ભરાયા છે, ત્યારે રાજ્યના 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.