Arvalli : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો પર્દાફાશ, જુઓ ફાર્મ હાઉસના અંદરના દ્રશ્યો

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો છે,સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડીનાં ફાર્મ હાઉસના પુરાવા સામે આવ્યા છે.જેમાં લીંભોઈ ગામ નજીક મહાઠગે ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાની વાત સામે આવી છે,જુલાઈ મહિનામાં જ કરોડો રૂપિયામાં ખરીદ્યું ફાર્મ હાઉસ.ફાર્મ હાઉસ માટે રોકડા 49.45 લાખ ચૂકવ્યા હતા અને જુલાઈમાં જ કૌભાંડીએ ખરીદી હતી શાળા.અનેક જિલ્લાના લોકોને લૂંટ્યા છે : પીડિત રોકાણકાર પીડિત રોકાણકારાએ કહ્યું કે,વહીવટી તંત્રના નાક નીચે આ ષડયંત્ર ચાલતું હતું અને ભૂપેન્દ્રસિંહને સમાજમાં રોલો પાડવાનો શોખ હતો,સાથે સાથે ભાજપના આશીર્વાદથી આ ખેલ કરતો હતો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યુ અને એજન્ટો મોટી ગાડીઓ લઈને ફરતા હોવાની વાત સામે આવી છે,તો ભૂપેન્દ્રસિંહ ખુલ્લેઆમ બોર્ડમારીને ધંધો કરતો હતો. 5 લાખના રોકાણમાં ફોન મળે છે : રોકાણકાર રોકાણકારોએ વધુમાં કહ્યું કે જો તમે પાંચ લાખ રૂપિયા રોકો તો તમને ફોન મળે છે અને વધારે રોકાણ કરાવો તો ગાડી મળતી હતી,ભાજપના નેતાઓ એના કાર્યક્રમમાં આવતા હોવાની વાત પણ રોકાણકારોએ કરી હતી,વિધાનસભાની ટિકિટ જોઇતી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાને તો તે વર્ષ 2024માં બ્લેકમેઇલ કરીને ભાજપમાં આવી ગયો હતો,અને મોટા મોટા લોકો સાથે ફોટા મુકતો હતો,તો રોકાણકારોએ કહ્યું કે,કેવી રીતે સાબિત થશે કે કોના કેટલા રૂપિયા હતા,સરકાર ગમે તે કરીને પણ રૂપિયા પાછા અપાવે તેવી વાત રોકાણકારોએ કરી છે. સીઆઈડી ક્રાઈમ પણ કરી રહી છે તપાસ 18 ટકા ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો CID ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

Arvalli : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો પર્દાફાશ, જુઓ ફાર્મ હાઉસના અંદરના દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાહોજલાલીનો પર્દાફાશ સંદેશ ન્યૂઝે કર્યો છે,સંદેશ ન્યૂઝ પાસે કૌભાંડીનાં ફાર્મ હાઉસના પુરાવા સામે આવ્યા છે.જેમાં લીંભોઈ ગામ નજીક મહાઠગે ફાર્મ હાઉસ ખરીદ્યું હોવાની વાત સામે આવી છે,જુલાઈ મહિનામાં જ કરોડો રૂપિયામાં ખરીદ્યું ફાર્મ હાઉસ.ફાર્મ હાઉસ માટે રોકડા 49.45 લાખ ચૂકવ્યા હતા અને જુલાઈમાં જ કૌભાંડીએ ખરીદી હતી શાળા.

અનેક જિલ્લાના લોકોને લૂંટ્યા છે : પીડિત રોકાણકાર

પીડિત રોકાણકારાએ કહ્યું કે,વહીવટી તંત્રના નાક નીચે આ ષડયંત્ર ચાલતું હતું અને ભૂપેન્દ્રસિંહને સમાજમાં રોલો પાડવાનો શોખ હતો,સાથે સાથે ભાજપના આશીર્વાદથી આ ખેલ કરતો હતો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યુ અને એજન્ટો મોટી ગાડીઓ લઈને ફરતા હોવાની વાત સામે આવી છે,તો ભૂપેન્દ્રસિંહ ખુલ્લેઆમ બોર્ડમારીને ધંધો કરતો હતો.


5 લાખના રોકાણમાં ફોન મળે છે : રોકાણકાર

રોકાણકારોએ વધુમાં કહ્યું કે જો તમે પાંચ લાખ રૂપિયા રોકો તો તમને ફોન મળે છે અને વધારે રોકાણ કરાવો તો ગાડી મળતી હતી,ભાજપના નેતાઓ એના કાર્યક્રમમાં આવતા હોવાની વાત પણ રોકાણકારોએ કરી હતી,વિધાનસભાની ટિકિટ જોઇતી હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાને તો તે વર્ષ 2024માં બ્લેકમેઇલ કરીને ભાજપમાં આવી ગયો હતો,અને મોટા મોટા લોકો સાથે ફોટા મુકતો હતો,તો રોકાણકારોએ કહ્યું કે,કેવી રીતે સાબિત થશે કે કોના કેટલા રૂપિયા હતા,સરકાર ગમે તે કરીને પણ રૂપિયા પાછા અપાવે તેવી વાત રોકાણકારોએ કરી છે.

સીઆઈડી ક્રાઈમ પણ કરી રહી છે તપાસ

18 ટકા ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો CID ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.