Arvalli News : અરવલ્લી જિલ્લામાં દારૂ બંધીના ધજાગરા, વાહનમાંથી દારૂની બોટલો રોડ પર પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લી જિલ્લામાં દારૂ બંધીના ધજાગરા ઉડયા છે, વાહનમાંથી દારૂની બોટલો રોડ પર પડતા રેલમછેલ થઈ છે, સાયરા તરફથી આવતા વાહનમાંથી બોટલો પડી છે અને એક નાગરિક દ્વારા તેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવામાં આવ્યો છે, પોલીસે આ સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોડાસાના મેઘરજ રોડ પર દારૂની બોટલો રોડ પર પડી
મોડાસાના મેઘરજ રોડ પર દારૂની બોટલો રોડ પર પડી છે, એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર ઘટનાને લઈ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવામાં આવ્યો છે, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે, સાથે સાથે કોઈ બુટલેગર રાજસ્થાન તરફથી ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ્યો હોય અને વાહનમાંથી આ દારૂની બોટલો પડી હોય તેવી માહિતી સામે આવી છે, સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ અને વાહનચેકિંગને લઈ સવાલો ઉભા થયા છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ
જાગૃત નાગરિકે વીડિયો ઉતારીને સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો છે, આમ પણ અરવલ્લી જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડતા દેખાય છે, કયારેક દેશી દારૂ તો કયારેક અંગ્રેજી દારૂ ઝડપાતો હોય છે અને બુટલેગરો પોલીસના આશીર્વાદ હેઠળ દારૂ પણ વેચતા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે, રાજસ્થાન બોર્ડરથી ગુજરાતની બોર્ડરમાં દારૂ આવતો હોય છે તો ઘણીવાર સ્થાનિક બુટલેગરો આંતરિયાળ ગામોમાંથી પણ ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે.
What's Your Reaction?






